Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે પણ ગંભીર બીમારી છે તેમને ડોકટરના સર્ટી. પર જલ્દી રસી અપાશે

ઉંમર નાની હોય પણ તકલીફ વધારે હોય તેમને શરૂઆતના તબક્કામાં કોરોનાની રસી મળી જાય તેવી વ્યવસ્થા

નવી દિલ્હી તા. ૫ : જેમની ઉંમર ૫૦ વર્ષથી ઓછી અને ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમણે સરકારે નક્કી કરેલા તબક્કા પ્રમાણે જલદી કોરોના રસી લેવા માટે ફિઝિશિયનનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. આ વાત કોરોના રસી માટે ફાઈનલ પ્રોટોકોલ તૈયાર કરી રહેલી એકસપર્ટ પેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રોટોકોલ પ્રમાણે ડોકટરના સર્ટિફિકેટમાં દર્શાવેલું હોવું જરૂરી છે કે વેકસીનની ૫૦ વર્ષની અંદરની ઉંમરના વ્યકિત ગંભીર બીમારીમાં રસીને કેટલી તાતી જરૂરિયાત છે. દર્દીના રેકોર્ડના આધારે આ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સાથે જે સર્ટિફિકેટ પ્રાપ્ત થાય તેને Co-WIN IT પ્લેટફોર્મ પર દરેક રજિસ્ટર કરવું પડશે.

જે વ્યકિત ડાયાબિટીસ, હૃદયની તકલીફ, શ્વાસનતંત્રને લગતી બીમારી, કિડનીની તકલીફ, કોઈ પણ પ્રકારનું કેન્સર, શારીરિક અશકત, ન્યુરોલોજીકલ તકલીફ અને ન્યુમોનિયા હોય તેમને શરુઆતના તબક્કામાં રસી આપવામાં આવશે. તેમની તકલીફ પ્રમાણે તેમને કયા તબક્કામાં રસી લેવાની જરૂર છે તે નક્કી કરવામાં આવશે. જેઓ ઈમ્યુનો સ્પ્રેસન્ટ દવાઓ પર છે તેઓને પણ શરૂઆતના તબક્કામાં રસી અપાશે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે, 'કોરોના રસી માટે અંતિમ પ્રોટોકોલ નેશનલ એકસપર્ટ ગ્રુપ (NEGVAC) સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. અમે આને એકદમ સરળ રાખવા માગીએ છીએ અને તેમાં બને તેટલા વધારે લોકોનો સમાવેશ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.'

ઈમ્યુન સિસ્ટમને સૌથી વધારે અસર કરતી હોય તેવી બીમારીને ધ્યાનમાં રાખીને દર્દીને જલદીમાં જલદી વેકસીન મળે તે બાબતનું ધ્યાન તબક્કા પ્રમાણે રાખવામાં આવશે. જેઓ ડાયાબિટીસથી વ્યકિત ૧૦ દિવસથી પીડાતી હોય તો તેમની સ્થિતિ ડાયટથી કંટ્રોલમાં આવ્યા પછી તેમને પહેલી તક આપવામાં આવશે.

અમારા સહયોગી TOI દ્વારા ડિસેમ્બરના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે લગભગ એક કરોડ લોકો એવા છે કે જેમની ઉંમર ૫૦ વર્ષ કરતા ઓછી છે પરંતુ તેઓ અન્ય ગંભીર બીમારીઓથી પીડિત છે જેમને શરૂઆતના તબક્કામાં કોરોના વેકસીનની જરૂર છે.

કોરોના વાયરસની રસી માટેનો પહેલો તબક્કો આગામી ૭થી ૧૦ દિવસમાં શરૂ થશે તેમ માનવામાં આવી રહ્યું છે જે લગભગ જુલાઈ સુધીમાં પૂર્ણ થશે.

(9:29 am IST)