Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સ્ટાલિનને ક્યારેય મુખ્યમંત્રી નહીં બનવા દેવાનો પડકાર

ડીએમકેમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા એમ કે અલાગિરીનો પાછા ફરવાના સંકેત : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એમ કરુણાનિધિના મોટા પુત્ર અલાગિરીએ તમિલનાડુની ચૂંટણી પૂર્વે આગળની રણનીતિ બનાવવા માટે કાર્યકરોની બેઠક યોજી

મદુરાઈ, તા. : ડીએમકેમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા એમ કે અલાગિરીએ રવિવારે મદુરાઇમાં એક રોડ શો દરમિયાન રાજકારણમાં પાછા ફરવાના સંકેત આપ્યા હતા. સમય દરમિયાન તેમના સમર્થકોએ 'અંજા નેંજમ' એટલે કે બહાદુર હૃદયના નારા લગાવ્યા હતા. અલાગિરીએ ડીએમકે અધ્યક્ષ અને તેના ભાઈ એમ.કે. સ્ટાલિન સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્ટાલિન ક્યારેય મુખ્યમંત્રી બની શકે. તેઓ અને તેમના સમર્થકો એવું થવા દેશે નહીં.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એમ કરુણાનિધિના મોટા પુત્ર અલાગિરીએ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના આગળના એક્શનને લઈને બેઠક કરીને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે. તેઓ જલ્દીથી તેમની આગામી ચાલની ઘોષણા કરશે અને તેમના સમર્થકોએ નિર્ણય સ્વીકાર કરવો જોઈએ. અલાગિરીએ કહ્યું, 'મને હજી સુધી ખબર નથી કે મેં એવું શું ખોટું કર્યું હતું કે મને ડીએમકેથી હાંકી કાઢવામાં આવ્યો. સ્ટાલિને મારી સાથે દગો કર્યો.'

અલાગિરીએ સ્ટાલિન પર તેનાથી ઈર્ષા હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, 'મને ખબર નથી કે મારી સાથે છેતરપિંડી કેમ કરવામાં આવી.' અલાગિરીએ કહ્યું કે, 'હું ફક્ત પાર્ટીનો કેડર બનવા માંગતો હતો અને ક્યારેય કોઈ પદની લાલસામાં નહોતો. અમે મદુરાઇને ડીએમકે ગમમાં રૂપાંતરિત કર્યું હતું જે એક સમયે એમજીઆરનો ગઢ હતો.

અલાગિરીએ પોતાના ભાઈ પર નિશાન સાધતા કહ્યું, અહીંનાં પોસ્ટરો હંમેશાં તમને ભાવિ મુખ્યમંત્રી કહેતા હશે, પરંતુ આવું થવાનું નથી.' મારા સમર્થકો તમને ક્યારેય મુખ્યમંત્રી બનવા નહીં દે. કરુણાનિધિ સાથે સ્ટાલિનની સરખામણી કરવા અંગે અલાગિરીએ કહ્યું, ડીએમકે જિલ્લા સચિવે કહ્યું કે, સ્ટાલિને કલંગર સાથે સારી કામગીરી કરી હતી. તે સાંભળીને મને શરમ આવી. તેઓ સ્ટાલિનની તુલના કેવી રીતે કલંગોર સાથે કરી શકે?

અલાગિરીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ક્યારેય થિરુમંગલમ પેટા-ચુંટણીમાં કામ કરવાનું ઇચ્છતા નહોતા કારણ કે તેઓ તેમના પરિવારથી નારાજ હતા. અલાગિરીએ કહ્યું કે, પરંતુ સ્ટાલિન, દયાનિધિ મારન અને અન્ય નેતાઓએ મને મળ્યા અને મને જવાબદારી લેવાનું કહ્યું. કલંગર મને દર કલાકે ફોન કરતા રહ્યા. મેં જવાબદારી લીધી અને પેટા-ચૂંટણીમાં પાર્ટીને ૪૦,૦૦૦ મતોના અંતર જીત અપાવી.'

અલાગિરીએ દાવો કર્યો હતો કે તેમણે ઘણી વખત ડીએમકેને બચાવી ચૂક્યા છે, જ્યારે સ્ટાલિને પક્ષમાં હોદ્દાની ઇચ્છામાં તેનો ઉપયોગ કર્યો હતો. અલાગિરી રોડ શો દરમિયાન બોલ્યા કે, હું વર્ષ સુધી ચૂપ રહ્યો. મારા સમર્થકો ઇચ્છે છે કે હું નવી પાર્ટી બનાવું. હું જલ્દી નિર્ણય લઈશ. પરંતુ હંચ ઇચ્છું છું કે જે નિર્ણય હું લઈશ તે તમે સ્વીકાર કરશો.'

(12:00 am IST)