Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

૨૬ કરોડની ખંડણીના કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને બે વર્ષની કેદ

મુંબઈની વિશેષ સીબીઆઇ કોર્ટે દોષિત ઠેરવ્યો : રાજને તેના સાગરિતોને પનવેલના બિલ્ડરને ધમકાવીને ખંડણી માગી હતીઃ ત્રણ સાગરિતો પણ દોષિત ઠેરવાયા

મુંબઈ, તા. : મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જબરદસ્તી ખંડણીના મામલે દોષી જાહેર કરતાં વર્ષની સજા સંભળાવી છે. છોટા રાજન પર વર્ષ ૨૦૧૫માં નંદૂ વાજેકર નામના એક બિલ્ડરને ધમકાવીને અને તેની પાસેથી ૨૬ કરોડની ખંડણી માગવાનો આરોપ હતો. મામલામાં તેને કોર્ટ દોષી જાહેર કર્યો છે.

મુંબઈની સીબીઆની કોર્ટમાં સોમવારે તમામ પક્ષોની સુનાવણી બાદ કુખ્યાત આંતરરાષ્ટ્રીય અપરાધી છોટા રાજનને નવી મુંબઈના પનવેલમાં બિલ્ડર નંદૂ વાજેકરથી ખંડણી માગવાનો આરોપ સંદર્ભે દોષિત ઠેરવ્યો છે. રાજનની સાથે-સાથે મામલામાં અન્ય આરોપીઓને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે.

મામલામાં છોટા રાજન પર આરોપ હતો કે તેણે પોતાના ગુંડાઓને પનવેલના બિલ્ડર નંદૂ વાજેકરની ઓફિસે મોકલ્યા હતા. તે લોકોએ રાજનના નામ પર બિલ્ડરને ધમકી આપી હતી અને વાજેકર પાસેથી ૨૬ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. પૈસા નહીં આપવા પર વાજેકરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ઘટનાથી પરેશાન થઈને બિલ્ડર નંદૂએ પનવેલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ પર પોલીસે એક્સટોર્શનના મામલો નોંધી કેસમાં છોટા રાજનની સાથે સુરેશશિંદે, લક્ષ્મણ નિકમ ઉર્ફે દાદયા સુમિત અને વિજય માત્રેપણ આરોપી હતા. જો કે કેસનો એક આરોપી ઠક્કર હજુ પણ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

પોલીસે મામલામાં પુરાવા તરીકે કોર્ટમાં બિલ્ડર નંદૂની ઓફિસમાં લાગેલાં સીસીટીવી કેમેરાના ફૂટેડ અને તેના મોબાઈલ કોલ રેકોર્ડિંગ રજૂ કર્યા હતા. કોલ રેકોર્ડિંગમાં છોટા રાજન બિલ્ડરને ધમકાવી રહ્યો હતો.

(12:00 am IST)