Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુત્રી અંજલિનું સિવિલ સર્વિસમાં સિલેક્શન: બીજી યાદીમાં નામ

દીકરીની સફળતાથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ

નવી દિલ્હી : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની નાની દીકરી અંજલિ બિરલાનું સિવિલ સર્વિસિસમાં સિલેક્શન થઈ ગયું છે. દીકરીની સફળતાથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે અને શુભકામના પાઠવનારાઓની લાંબી લાઈન લાગી છે. ઓમ બિરલાની 2 દીકરીઓ છે, મોટી દીકરી આકાંક્ષા સીએ છે અને નાની દીકરી અંજલિ હવે સિવિલ સર્વિસિસમાં સિલેક્ટ થઈ છે.

સિવિલ સર્વિસિસમાં સિલેક્ટ થવા પર અંજિલ પણ ઘણી ખુશ છે. આ સમયે તેણે જણાવ્યું કે, તેને 10મા ધોરણમાં સારા માર્ક્સ મળ્યા હતા અને તેણે સાયન્સ લેવાના બદલે આર્ટ્સ લીધું તો તમામ ચોંક્યા હતા. કોલેજ ગયા બાદ આઈએએસ અધિકારી બનવા અંગે વિચાર્યું. અંકિતાએ કહ્યું કે, તેણે આર્ટ્સ લઈને પણ જીવનમાં ઘણી સફળતાઓ મળેવી છે, તમારે એ વિષયો જ પસંદ કરવા જોઈએ જે તમને પસંદ છે.

અંજલિ બિરલાએ કહ્યું કે, તે આ સફળતાનો શ્રેય પોતાની મોટી બહેન આકાંક્ષાને આપવા માગે છે. કારણ કે તેમણે જ તેને ભણાવી અને દરેક સમયે પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું. સિવિલ એક્ઝામ સમયે પણ મોટી બહેન સાથે હતી અને સતત તેનો ઉત્સાહ વધારી રહી હતી. જ્યારે અંજલિની માતા અમિતા બિરલા પણ દીકરીની સફળતાથી ઘણા ખુશ છે. તેમણે જણાવ્યું કે, 'દીકરી બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. મને આશા હતી કે તે ચોક્કસ પોતાનું નામ રોશન કરશે. તે દરેક કામમાં ઘણી મહેનત કરે છે. આજે દીકરીની મહેનત રંગ લાવી છે. દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમની દીકરી સફળતાના શિખરો સર કરે.'

(12:00 am IST)