Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શાળાએ જનાર તમામ વિદ્યાર્થીનીઓને પ્રતિદિવસ 100 રૂપિયા આપશે : આસામ સરકારની જાહેરાત

પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ 22 હજાર ટૂ વ્હિલ વાહન વિતરણ

અસમ સરકાર વિદ્યાર્થીઓને શાળાએ જવા પર 100 રૂપિયા પ્રતિદિવસ આપી શકે છે. અસમના શિક્ષણમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેના પહેલા પ્રયાસ હેઠળ શાળાએ જનારી દરેક છોકરીને ક્લાસમાં સામેલ થવા માટે પ્રતિદિવસ 100 રૂપિયા મળશે.

શિક્ષણમંત્રીએ રવિવારે શિવસાગરમાં કહ્યું કે, વર્તમાનમાં રાજ્ય સરકાર રાજ્ય બોર્ડ પાસે ધોરણ 12માં ફર્સ્ટ ક્લાસ ઉતિર્ણ થનારી વિદ્યાર્થીનીઓને પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ 22 હજાર ટૂ વ્હિલ વાહન વિતરણ કરી રહી છે. રાજ્ય સરકાર આ હેતુ માટે 144.30 કરોડ રૂપિયા ખર્ચશે.

મંત્રીએ જણાવ્યું કે, આ મહિનાના અંત સુધીમાં 100 રૂપિયા પ્રતિદિવસની યોજના શરૂ કરવામાં આવશે. જોકે તેમણે આ યોજનાના અમલથી સરકારની તિજોરીમાં પડનારા આર્થિક બોજા વિશે કોઈ જાણકારી આપી નથી. મંત્રીએ વધુમા ઉમેર્યું કે, આ યોજના ગત વર્ષે જ શરૂ કરવાની હતી પરંતુ કોરોનાની સ્થિતિના કારણે તેમાં મોડું થયું.

(12:00 am IST)