Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

નવી સંસદ બનશે કે નહી ? : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કાલે સુપ્રીમ કોર્ટ કરશે નિર્ણંય

જસ્ટીસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચ નક્કી કરશે કે પરિયોજના પર આગળ કામ થશે કે નહી

નવી દિલ્હી : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે નિર્ણય સંભળાવશે. સવારે 10.30 વાગ્યે જસ્ટીસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચ નક્કી કરશે કે પરિયોજના પર આગળ કામ થશે કે નહી. હાલ કોર્ટે પરિયોજનાના કામ પર રોક લગાવી છે.

કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી પરિયોજનાને ઘણી અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય કાનુન પાસ કર્યાં વિના આ યોજના શરૂ કરવામાં આવી. તે માટે પર્યાવરણ મંજુરી લેવાની પ્રક્રિયામાં પણ ત્રૃટિઓ છે. કરોડો રૂપિયાની આ યોજના સરકારી નાણાંનો બગાડ છે. સંસદ અને તેની આસપાસની ઐતિહાસિક ઈમારતોને આ યોજનાથી નુંકસાન પહોંચવાની આશંકા છે.

અરજીના જવાબમાં સરકારે કહ્યું કે, હાલના સંસદ ભવન અને મંત્રાલય બદલતી જરૂરિયાતોના હિસાબે અપૂરતિ સાબિત થઈ રહી છે. નવા સેન્ટ્રસ વિસ્ટાનું નિર્માણ કરવાથી ન માત્ર પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવશે પરંતુ હેરિટેજ ઈમારતોને નુંકસાન પણ નહી પહોંચાડવામાં આવે.

સરકારી વકિલે તે પણ કહ્યું હતું કે, આ સમયે દરેક મંત્રાલય અલગ-અલગ ઈમારતોમાં છે. એક મંત્રાલયથી બીજ મંત્રાલય જવા માટે અધિકારીઓએ વાહનનો ઉપયોગ કરવા પડે છે. કેટલીક મંત્રાલયને ભાડું ચુકવવામાં દર વર્ષે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ થા છે. એ કહેવું ખોટું હશે કે સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણમાં સરકારી ધનની બર્બાદી થઈ રહી છે. પરંતુ અત્યાર સુધી થતી રહેલી ધનની બર્બાદીને રોકવા માટે આ પરિયોજના ખુબ જરૂરી છે.

સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે 5 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું, અમે આ દલીલને ફગવીએ છીએ કે સેન્ટ્રલ વિસ્ટામાં કોઈ નવું નિર્માણ થઈ શકે નહી. વિચાર એ પાસા પર કરવામાં આવશે કે શું પ્રોજેક્ટ માટે દરેક કાયદાકિય જરૂરિયાતોનું પાલન કરવામાં આવ્યું છે.

(12:00 am IST)