Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શક્તિસિંહ ગોહિલે પોતાને હળવું કામ આપવા અને બિહાર કોંગ્રેસના ચાર્જમાંથી મુક્ત કરવા હાઇકમાન્ડને જણાવ્યું

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એ આઈ.સી.સી.ના સભ્ય શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઈકમાન્ડ ને વિનંતી કરી છે કે અંગત કારણોસર આગામી થોડા મહિનાઓ માટે તેમને હળવું કામ સોંપવામાં આવે અને બિહાર કોંગ્રેસના ચાર્જમાંથી જેટલી ત્વરાથી બને તેટલી ત્વરાથી તેમને મુક્ત કરવામાં આવે.. શ્રી શક્તિભાઈ કેટલાક સમયથી કોરોનામાંથી સાજા થયા પછી ડોક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે.

(12:00 am IST)