Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અમેરિકામાં 1953 ની સાલ પછી પહેલીવાર ફાંસીની સજા : ગર્ભવતી મહિલાનું પેટ ફાડી બાળકનું અપહરણ કરનાર 36 વર્ષીય મહિલાને ઝેરનું ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દેવાશે

વોશિંગટન : અમેરિકામાં 1953 ની સાલ પછી પહેલીવાર ફાંસીની સજા ફરમાવાઈ છે અને તે પણ એક મહિલાને આ સજા ફરમાવાઈ છે.જેણે એક 23 વર્ષીય ગર્ભવતી યુવતી બોબી સ્ટિનેટની હત્યા કરી તેનું પેટ ચીરી તેમાં રહેલ બાળકનું અપહરણ કર્યાનો આરોપ હતો.જે તેણે કબૂલી લીધો હતો.

મોતને ઘાટ ઉતારી દેવાયેલી મહિલાને 8 માસનો ગર્ભ હતો.
આરોપી લિસા મોન્ટગોમેરી ગર્ભવતી મહિલાને ઘેર 2004 ની સાલમાં પાલતુ કૂતરો ખરીદવાના બહાને ગઈ હતી.અને તેણે ગર્ભવતી મહિલાને ગળે રસ્સીનો ટુંપો  દઈ તેની હત્યા કરી નાખી હતી.અને બાદમાં તેનું પેટ ચીરીને તેમાં રહેલ બાળકનું અપહરણ કર્યું હતું.

ફેડરલ કોર્ટએ તેના ઉપરનો ફાંસીની સજાનો ચુકાદો કાયમ રાખ્યો હતો.આરોપી મહિલાને ઝેરનું ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દેવાશે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)