Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

કિરણ બેદી પોતાના એક ટ્વીટને લઇને થયાં ભારે ટ્રોલ : કોઈ ટીખળખોરે એડિટ કરેલ નાસાનો વીડિયો કર્યો હતો પોસ્ટ : 'ઓમ'નો અવાજ સંભળાતો હોવાનો કરાયો છે દાવો : લોકોએ પૂછ્યા અંતરંગ સવાલો

નવી દિલ્હી : પોલીસ સેવામાંથી નિવૃત્ત થયેલા અધિકારી કિરણ બેદી અને વર્તમાન પોંડિચેરીના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે. પરંતુ આ વખતે તેમનું લોક જાગૃતિ અભિયાનના કારણે તેઓ ટ્રોલ થઇ ગયા હતા. કિરણ બેદીએ થોડા સમય પહેલા પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં સૂર્યમાંથી ઓમકારનો નાદ સંભળાતો હોય તેવું સંભળાય છે અને જે નાસા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

          કિરણ બેદીએ આ વીડિયોને ટ્વીટ કર્યા પછી, લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કેટલાક વપરાશકર્તાઓ તો પૂછવા લાગ્યા કે કિરણ બેદીએ સિવિલ સર્વિસની પરીક્ષા કેવી રીતે પાસ કરી છે.બીજા યુઝર્સે એવું પૂછ્યું કે, 2020માં એકવાર ફરી કોઇ મિલ ગયા ફિલ્મ આવશે જેમાં કિરણ બેદી જાદૂનો રોલ ભજવતા નજરે ચઢશે.

           આપને જણાવી દઇએ કે, 25 જુલાઈ, 2018 ના રોજ નાસાએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. વિડિઓના કેપ્શનમાં સાઉન્ડ્સ ઓફ ધ સન છે. તમે આ વિડિઓ સાંભળી શકો છો. જ્યારે કિરણ બેદી દ્વારા શેર કરેલા વિડિઓની હકિકત અંગે તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને તેમાં ॐ નો એક ઓડિઓ ટ્રેક શામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવિક વીડિયોમાં તમે ફક્ત એક અવાજ જ સાંભળી શકો છો જે ઝડપી ચાલતા પવનના અવાજ જેવો છે. આ સાથે જ નાસાએ સત્તાવાર રીતે કહ્યું નથી કે સૂર્યનો અવાજ ॐ ના ઉચ્ચાર જેવો છે.

(12:00 am IST)