Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રવિવારે વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ : સૌથી પહેલા બેઈજિંગમાં જોવા મળશે ;ભારતમાં નહીં દેખાઈ

સૂર્યોદય થતા પહેલા વેસ્ટર્નમોસ્ટ આઈલેન્ડમાં જોવા મળશે :સૂર્યગ્રહણ ચીન,કોરિયન દ્વિપકલ્પ,જાપાન,સાયબીરિયા,રશિયા,સહીત ભાગમાં જોવાશે

 

નવી દિલ્હી :વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ 6 જાન્યુઆરી એટલે કે રવિવારે જોવા મળશે કાલે અવકાશી દ્રશ્યો નિહાળવાનો વર્ષનો પહેલો અવસર હશે જ્યા કુદરતી દ્રશ્યની મજા માણી શકાશે રવિવારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું પક્ષ-જોડાણ ખૂબ ચોક્કસ નહિં હોય જેથી સૂર્યગ્રહણ આંશિક હશે,પરિણામ સ્વરૂપ ચંદ્ર સૂર્યને પૂર્ણ રૂપે નહિં ઢાંકે. જો કે ભારતીયો 2019ના પહેલા સૂર્યગ્રહણને નિહાળવાનો લાભ નહિ ઉઠાવી શકે.

  સૂર્યગ્રહણ ચીન, કોરિયન દ્વીપકલ્પ, જાપાન, સાયબિરિયાના અમુક વિસ્તાર, રશિયા, પ્રશાંત મહાસાગર સહિત ઉત્તર-પૂર્વ એશિયાના અમુક ભાગમાં જોવા મળશે. અંદાજીત પાંચ કલાક સુધી ગ્રહણ લાગશે, જે વહેલી સવારે 5 વાગ્યેથી સવારના 9 વાગ્યા સુધી રહેશે. જો કે બદનસીબે ગ્રહણ ભારતમાં નહિ જોઈ શકાય

 . સૌથી પહેલા સૂર્યગ્રહણ બેઈજિંગમાં જોવા મળશે જે ધીરે-ધીરે નોર્થીસ્ટથી અલાસ્કા તરફ ખસશે, જ્યાં સૂર્યોદય થતા પહેલા વેસ્ટર્નમોસ્ટ આઈલેન્ડમાં ગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રણના માર્ગ વિશે વધુ જાણવા માટે નાસાએ ગૂગલ મેપનો ઉપયોગ કરી ઇન્ટરેક્ટિવ એક્લીપ્સ પાથ બનાવ્યો છે. ગ્રહણના વિસ્તારમાંથી આંશિક સૂર્ગ્રહણ જોઈ શકાશે પણ ગ્રહણ નિહાળવા માટે આંખોની સૂરક્ષા જળવાય રહે તે કાળજી રાખવી જરૂરી છે.

(11:55 pm IST)