Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

નકલી યુનિવર્સીટી સામે કાર્યવાહી કરો : UGC એ રાજ્ય સરકારોને લખ્યો પત્ર

કુલ 24 નકલી યૂનિવર્સિટીના યાદી જાહેર કરી પગલાં લેવા કરી તાકીદ

નવી દિલ્હી : નકલી યૂનિવર્સિટી સામે યોગ્ય કાર્યવાહી કરવા ઉચ્ચ શિક્ષા નિયામક, યુજીસીએ મુખ્ય સચિવો, શિક્ષા સચિવો અને સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રધાન સચિવોને પત્ર મોકલ્યો છે. જે સંબંધિત રાજ્યોમાં કામ કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે યુજીસીએ 24 નકલી યૂનિવર્સિટીના યાદી જાહેર કરેલી છે. જે પોતાની વેબસાઇટ www.ugc.ac.in પર છે.

   એચઆરડી રાજ્યમંત્રી સત્યપાલ સિંહે રાજ્યસભામાં કહ્યું હતું કે ભારતીય શિક્ષા પરિષદ, લખનઉ યુજીસી અધિનિયમ 1956ની કલમ 2 (એફ) પ્રમાણે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. રાજસ્થાનમાં કોઈ પણ નકલી યૂનિવર્સિટીની ઓળખ થઈ નથી. મહારાષ્ટ્રમાં રાજા અરબીક યુનિવર્સિટી, નાગપુરની ઓળખ નકલી યુનિવર્સિટીના રુપમાં થઈ છે.

  આ સિવાય મંત્રીના મતે યુજીસીએ વિત્ત વર્ષ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ સંસ્થાઓને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે. યુજીસીએ 13 નવેમ્બર 2018ના રોજ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશનો લેટર મોકલ્યા હતા

(9:50 pm IST)