Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વોટ્સઅેપ પર ‌મેસેજ ડિલિટ થઇ ગયા છે તો નો ફિકરઃ અેક ટ્રીક દ્વારા ડિલિટ થયેલા મેસેજ ફરી વાંચી શકાશે

વોટ્સએપ પર ડિલિટ કરેલા મેસેજ ને આ રીતે વાંચી શકો છો

નવી દિલ્હીઃ વોટ્સઅેપ પર ડિલિટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા તમારી પાસે ફોનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરુરી છે. સાથે તમારો સ્માર્ટફોન એન્ડ્રોઈડ કિટકેટથી ઉપરના વેરિયન્ટનો હોવો જોઈએ.

વોટ્સએપ પર ડિલિટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા નોટિફિકેશન હિસ્ટ્રી એપ ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ થયા પછી એપમાં રહેલા નોટિફિકેશન અને એડમિનિસ્ટ્રેટર એક્સેસને ઓન કરી દો.

ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કર્યા પછી તમને એપ તમારા નોટિફિકેશન હિસ્ટ્રીને રેકોર્ડ કરવાનું શરું કરશે. થોડા સમય પછી એપને ખોલવા અને વોટ્સએપ આઈકન પર ક્લિક કરો.

નોટિફિકેશન હિસ્ટ્રી એપ પર વોટ્સએપ આઈકનને ખોલ્યા પછી તેના કોન્ટેક્ટને સર્ચ કરો જેના ડિલિટ કરેલા મેસેજ તમે વાંચવા માગો છો. કોન્ટેક્ટ પર સિલેક્ટ કરતા તમે ડિલિટ કરેલા મેસેજને વાંચી શકશો.

એપની મદદથી વોટ્સએપ પર ડિલિટ કરેલા મેસેજ વાંચી શકાય છે પણ એપની કેટલીક મર્યાદા છે. એપ દ્વારા ડિલિટ કરેલા મેસેજના શરુઆતના 100 અક્ષરો રેકોર્ડ થાય છે અને જો ફોન રિ-સ્ટાર્ટ કરવામાં આવે તો રેકોર્ડ થયેલા મેસેજ ડિલીડ થઈ શકે છે.

(4:45 pm IST)