Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે હિંસક પ્રદર્શનથી વડાપ્રધાન મોદીની કેરળ મુલાકાત સ્થગિત

તિરુવનંતપુરમ:વડાપ્રધાન મોદી ઝારખંડ અને ઓડીશા એ બંને રાજ્યોની મુલાકાત  છે જયારે સબરીમાલા મંદિરના વિવાદને પગલે કેરળમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શનકારીઓ દેખાવ કરી રહ્યા છે. આ વિરોધીઓએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે અને હાલ પણ રાજ્યમાં હિંસક દેખાવો ચાલુ છે.

  પીએમ મોદીની કેરળની મુલાકાત હાલ ચાલી રહેલા દેખાવોને લીધે સ્થગિત કરાઈ છે.બીજેપીના સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી રવિવારના કેરળની મુલાકાતે આવવાના હતા. હાલ રાજ્યની પરિસ્થિતિને જોઇને આ પ્રવાસ ટાળવામાં આવ્યો છે.

(12:29 pm IST)