Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પાકિસ્તાનમાં આવેલું હિન્દૂ ધાર્મિક સ્થાન " પંચ તીરથ " રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષિત : પખ્તુનિસ્તાન સરકારે લીધેલો ઐતિહાસિક નિર્ણય : મંદિર પાસે આવેલા પાંચ તળાવને કારણે સુવિખ્યાત આ તીર્થ સ્થળ મહાભારત કાળથી અસ્તિત્વમાં હોવાની માન્યતા : હવે રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષિત થતા તેને નુકશાન પહોચાડનારને દંડ તથા જેલસજા થશે

પખ્તુનિસ્તાન : મહાભારત કાળમાં પાન્ડુ રાજાએ જ્યાં રાજપાટ છોડી નિવાસ કર્યો હતો તે પ્રાચીન સ્થળ હાલમાં પાકિસ્તાનનાપખ્તુનિસ્તાનમાં આવેલું છે.જ્યાં આવેલા મંદિરને ફરતા પાંચ તળાવ છે.તથા ખજૂરના ઝાડનો બગીચો છે.તે હિન્દુઓનું આસ્થા સ્થળ હવે રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષિત કરાયું છે.તેથી તેની જાળવણી ની જવાબદારી હવે સરકાર સંભાળશે

પખ્તુનિસ્તાન સરકારે કરેલા નિર્ણય મુજબ સ્થળને નુકશાન પહોચાડનારને 20 લાખ રૂપિયા દંડ તથા પાંચ વર્ષની જેલસજા થશે.

(12:16 pm IST)