Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પાકને મોટો ઝટકોઃ USએ ગંભીર દેશોના લિસ્ટમાં મૂકયું નામ

ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે વોચ લિસ્ટમાં મૂકયું

વોશિંગ્ટન તા. ૫ : સૈન્ય મદદ રોકી દેવાયા બાદ અમેરિકાએ પાકિસ્તાનને એક બીજો ઝટકો આપ્યો છે. તેણે પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનોને લઈને વિશેષ વોચ લિસ્ટ કેટેગરીમાં મૂકી દીધું છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જયારે વિદશમંત્રી રેકસ ટિલરસને ૧૦ દેશોને ખાસ ચિંતા વાળા દેશોની લિસ્ટમાં ફરીથી મૂકયા છે.

વિદેશ વિભાગના પ્રવકતા હીદર નૌઅર્ટએ કહ્યું, વિદેશમંત્રીએ પાકિસ્તાનને પણ ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનોને લઈને વિશેષ વોચ લિસ્ટમાં મૂકયું છે. પાકિસ્તાનના સંબંધમાં અન્ય કોઈ સ્પષ્ટીકરણ તરત જ કરવામાં આવ્યું નથી.

નૌઅર્ટએ એક નિવેદનમાં કહ્યું કે દુનિયાભરમાં ઘણા સ્થાનો પર લોકોને પોતાના ધર્મની આઝાદીનું પાલન કરવા પર ઉત્પીડનનો સામનો કરવો પડે છે અને જેલમાં પણ જવું પડે છે. તેમણે કહ્યું કે ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રિડમ એકટ, ૧૯૯૮ના અનુસાર સ્ટેટ સેક્રેટરી દર વર્ષે તેવી સરકારોને ખાસ ચિંતાવાળા દેશોના રૂપમાં જાહેર કરે છે. જે ધાર્મિક આઝાદીના ભયંકર ઉલ્લંઘનમાં શામેલ છે અથવા તેની અવગણના કરે છે.

તેમણે કહ્યું કે, વિદેશમંત્રીએ બર્મા, ચીન, ઈરિટ્રિયા, ઈરાન, ઉત્તર કોરિયા, સૂદાન, સાઉદી અરેબિયા, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાનને ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ખાસ ચિંતાવાળા દેશોની યાદીમાં મૂકયા છે.(૨૧.૬)

(9:12 am IST)