Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

'કેજરીવાલે ૧૦૦ કરોડમાં રાજ્યસભા સીટનો સોદો પાડયો'

બીજેપી સાંસદનો આરોપ

નવી દિલ્હી તા. ૫ : ફરી એક વખત આપના પૂર્વ નેતા કપિલ મિશ્રાએ મુખ્યમંત્રી કેજરીવાલ પર પૈસા લઈને રાજયસભાની સીટ વેચવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે બીજેપીના એક સાંસદે પણ પાર્ટીની રાજયસભાની સીટનો ૧૦૦ કરોડમાં વેચી હોવાનો આરોપ લગાવ્યો છે.

પશ્ચિમ દિલ્હીથી બીજેપીના સાંસદ પ્રવેશ વર્માનો આરોપ છે કે રાજય સભાની બે સીટો માટે મુખ્યમંત્રી કેજરીવાલે ૧૦૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો છે. સાંસદે સીએમ કેજરીવાલના નાર્કો ટેસ્ટની પણ માંગણી કરી છે.

દિલ્હીના પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્રએ એક ખાનગી ટીવી ચેનલને કહ્યું કે, 'હું અરવિંદ કેજરીવાલ સામે નાર્કો ટેસ્ટનો ચેલેન્જ આપું છું. જો તેઓ સીટો માટે પૈસા લેવાની વાત સ્વીકારતા નથી તો હું પરિવાર સાથે દેશ છોડી દઈશ.' વર્માએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારો નક્કી કર્યા છે તેમાં સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાને કોઈ ઓળખતું જ નથી.(૨૧.૫)

(9:10 am IST)