Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

કોંગ્રેસના 3 પૂર્વ દિગ્ગજ નેતાઓને ભાજપમાં મળી મોટી જવાબદારી: એક રહી ચૂક્યા છે CM

નવી દિલ્હી: 2024ની લોકસભાની ચૂંટણીમાં હજુ એકથી દોઢ વર્ષનો સમય બાકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં ભાજપે પૂર્વમાં કોંગ્રેસનો મોટો ચહેરો રહી ચૂકેલા નેતાઓને મહત્ત્વની જવાબદારીઓ આપી છે. ભાજપ સતત કોંગ્રેસમાંથી આવનારા નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરીને ઝટકા પર ઝટકો આપી રહી છે. BJPએ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં પોતાની જમીનને વધુ મજબૂત કરવા માટે, રાજકીય ક્ષેત્રના ઘણા મોટા ચહેરાઓને પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ પદો અને જવાબદારીઓ સોંપી છે.

જયારેવભાજપ દ્વારા જયવીર શેરગીલને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા છે. તો પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ અને પાર્ટી વિરુદ્ધ હળવા ખોર વલણ બતાવી ચૂકેલા પૂર્વ કોંગ્રેસી નેતા સુનીલ જાખડ ભાજપમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

(10:47 pm IST)