Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દેશમાં ઓમિક્રોન દહેશત વચ્ચે સારા સમાચાર : એક દિવસમાં 1 કરોડ વેક્સિનના ડોઝ અપાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી: દેશમાં સંપૂર્ણ વેક્સિનેશન કરનાર હિમાચલ બન્યું પહેલું રાજ્ય

 

નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે હર ઘર દસ્તક અભિયાનની સાથે ભારતે આજે ફરી એક વાર કોરોનાની 1 કરોડ વેક્સિન આપી છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાન નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને નવી ઉપલબ્ધિ હાંસલ કરી રહ્યું છે

સ્વાસ્થ્ય મંત્રાલયે  કહ્યું કે દેશમાં કોરોના વેક્સિનનો આંકડો 127 કરોડને પાર પહોંચ્યો છે. શનિવારે સાંજના 7 સુધી કોરોનાની 93 લાખથી વધારે ડોઝ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે દેશમાં હિમાચલ સંપૂર્ણ વેક્સિનેશન વાળું પહેલું રાજ્ય બન્યું છે. ઓમિક્રોન વેરિયન્ટને પગલે એક દિવસમાં શનિવારે 1 કરોડ કોરોના વેક્સિનનો ડોઝ અપાયા દેશમાં સંપૂર્ણ વેક્સિનેશન કરનાર હિમાચલ પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું  છે

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધી 4 કેસ થયા છે. સૌથી પહેલા બે કેસ કર્ણાટકમાંથી નોંધાયા છે ત્યાર બાદ ગુજરાતના જામનગરનો એક વ્યક્તિનો પણ ઓમિક્રોન ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને હવે મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટનો ચોથો કેસ નોંધાયો છે. 

(12:48 am IST)