Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઈન્ડોનેશિયાના ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો: વિસ્ફોટ થયા: વિમાનો માટે ચેતવણી

ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર જ્વાળામુખી ફાટ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે.

 છેલ્લા કેટલાક સમયથી આ જ્વાળામુખીમાંથી રાખ અને ધુમાડો નીકળી રહ્યો હતો.  છેલ્લા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે આ જ્વાળામુખી રાખ અને ધુમાડો ફેલાવી રહ્યો છે.
 સાક્ષીઓનું કહેવું છે કે સુમેરુ પર્વત પરના જ્વાળામુખીમાંથી નીકળતી રાખ આસપાસના બે જિલ્લાઓને પોતાની ઝપેટમાં લઈ રહી છે.
રાખનું પડ એટલું જાડું છે અને એટલી હદે ફેલાઈ ગયું છે કે દિવસ દરમિયાન પણ અંધકારનો અનુભવ થઈ રહ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
 દરમિયાન, એક મોનિટરિંગ સંસ્થાએ આ બાજુથી પસાર થતા વિમાન માટે ચેતવણી જાહેર કરી છે.
 વાસ્તવમાં જ્વાળામુખીમાંથી નીકળતો ધુમાડો અને રાખ ૧૫૦૦૦ મીટરની ઉંચાઈ સુધી ફેલાઈ ગયેલ છે.
જ્વાળામુખીમાં વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર લગભગ બપોરે ૨.૩૦ વાગ્યે થયો હતો.
વિસ્ફોટ બાદ સ્થાનિક સત્તાવાળાઓએ સક્રિય બનેલા જ્વાળામુખી વિસ્તારની આસપાસના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે

(8:54 pm IST)