Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

૭૦ વર્ષથી કલમ ૩૭૦ હતી તો રાજ્યમાં શાંતિ કેમ ન સ્થપાઈ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કાશ્મીરમાં ફરી ૩૭૦ કલમ લાગુ કરવા ઉમરની માગ : ૩૭૦ કલમ નાબૂદ કર્યા બાદ રાજ્યમાં કરફ્યુ ન હોત તો મોટી ખુવારી થઈ હોત એવો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો દાવો

શ્રીનગર, તા. : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ ફરી લાગુ કરવામાં આવે તેવી રાજ્યના પૂર્વ સીએમ તેમજ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાની માંગણીનો ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે.

એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ હતુ કે, કલમ ૩૭૦ તો છેલ્લા ૭૦ વર્ષથી રાજ્યમાં લાગુ હતી.આમ છતા કેમ રાજ્યમાં શાંતિ નહોતી સ્થપાઈ..શાંતિ અને કલમ ૩૭૦ને સબંધ હોય તો કેમ આટલા વર્ષ રાજ્યમાં શાંતિ ના રહી... તેમણે કહ્યુ હતુ કે, કલમ ૩૭૦ દૂર કર્યા બાદ લાંબો સમય રાજ્યમાં કરફ્યૂ અને ઈન્ટરનેટ બંધ રહ્યુ હતુ.રાજ્યના યુવાઓને મેં જ્યારે અંગે પૂછ્યુ હતુ ત્યારે તેમણે અમને કહ્યુ હતુ કે, જો કરફ્યૂ ના હોત તો અમે મરતા અને સરકારે કરફ્યૂ નાંખીને અમને બચાવ્યા છે.

અમિત શાહે આગળ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે અને ટુરિઝમ પણ વધી રહ્યુ છે.લોકોને સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

પંજાબ ચૂંટણી અંગે તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ નવા કૃષિ કાયદા રદ કરીને ખેડૂત આંદોલન સમાપ્ત થાય તેવો પ્રયત્ન કર્યો છે.પંજાબની ચૂંટણી વિકાસના આધારે લડાશે.જેનો સારો દેખાવ હશે તેની સરકાર બનશે.ગઠબંધન બહુ મહત્વ રાખતુ નથી.લોકો હવે જાગૃત થઈ ગયા છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, યુપીમાં ભાજપ પ્રચંડ બુહમતી સાથે સરકાર બનાવશે.ભારતની ઈકોનોમી પણ દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહી છે.પીએમ મોદીની નીતિઓના કારણે ઈકોનોમી કોરોનાના પ્રભાવમાંથી બહાર આવી રહી છે.વૈશ્વિક મંદીનો વધારે પ્રભાવ ભારત પર પડ્યો નથી.ભારતની ઈકોનોમીને રિકવર થવામાં મસય નથી લાગ્યો. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસની અને સમાજવાદી વિચારધારાવાળા લોકોની સરકારો દેશમાં લાંબા સમય સુધી રહી છે અને એનડીએની સરકારો પણ શાસન કરી ચુકી છે.નિષ્ણાતોને મારી અપીલ છે કે, બંને પ્રકારની સરકારોના શાસનના આંકડાનો અભ્યાસ કરીને દેશના લોકોને જણાવે કે કોની સરકારમાં વિકાસ વધારે થયો છે.

(7:20 pm IST)