Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઓમિક્રોન સંક્રમિત ડોક્ટરની માદગી સામે બહાદૂરીથી લડાઈ

ભારતમાં ઓમિક્રોનનો શિકાર પ્રથમ ડૉક્ટરનો સંઘર્ષ : હવે ડૉક્ટરની તબિયત સારી છે, પરંતુ સાવધાની રાખવા માટે તેઓ એક હોસ્પિટલમાં આઈસોલેશનમાં છે

બેંગ્લુરુ, તા. : ઘરમાં સીલ થવાની પીડા ઘણી વધારે હોય છે. આપવીતી છે ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા ૪૬ વર્ષના ડૉક્ટરની. લક્ષણો દેખાયા પછી સૌથી પહેલી બાબત હતી કે તેમણે પોતાની જાતને સમજાવી કે, શાંત રહેવાનું છે, તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો છે, સેલ્ફ આઈસોલેટેડ થઈને ઈલાજ કરાવવાનો છે. ડૉક્ટરની પત્ની અને બાળકોએ પણ પોતાને ઘરમાં અલગ કોરન્ટીન કરી લીધા હતા. હવે ડૉક્ટરની તબિયત સારી છે, પરંતુ સાવધાની રાખવા માટે તેઓ એક હોસ્પિટલમાં આઈસોલેશનમાં છે. ડૉક્ટરે જણાવ્યું કે તેમના શરીરમાં લક્ષણોમાં શરીરનો દુખાવો, ઠંડી લાગવી અને હળવો તાવનો સમાવેશ થતો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહોતી. તેમનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ પણ સામાન્ય રહ્યું. ૨૧ નવેમ્બરે રાત્રે હળવો તાવ આવવાનો શરુ થયો. તેમણે બીજા દિવસે હોસ્પિટલમાં આરએટી અને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા. તેઓ બન્નેમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા.

તાવ વધારે નહોતો, ડૉક્ટરે કહ્યું, મને સર્દી, ખાંસી કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહોતી. તાવ પણ વધારેમાં વધારે ૧૦૦ ફેરનહાઈટ સુધી ગયો હતો. હોમ આઈસોલેશનમાં ત્રણ દિવસ રહ્યા બાદ તેમને ચક્કર આવવા લાગ્યા. ઘરવાળાની ચિંતા વધવા લાગી હતી, તો તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ઓક્સિજન સેચ્યુરેશ લેવલ ૯૫ હતું, તાવમાં વધારો થઈ રહ્યો હતો. એચઆરસીટી સ્કેનમાં દેખાયું કે ફેફસામાં વધારે તકલીફ નથી, જોકે, કોરોનાથી સંક્રમિત દર્દીમાં - દિવસ સુધી ઈન્ફેક્શન સામાન્ય હોય છે.

ડૉક્ટરે કહ્યું, મને ૨૫ નવેમ્બરે મોનોક્લોનલ એન્ટીબોડીનો ડોઝ આપવામાં આવ્યો હતો, અને તેનાથી ઘણો ફરક પડ્યો, તેમણે કહ્યું, બીજા દિવસે સવારે સ્થિતિ એકદમ સામાન્ય થઈ ગઈ હતી, કોઈ લક્ષણો નહોતા. મને લાગ્યું કે મને ક્યારેય કોવિડ થયો નથી. થોડા દિવસ પહેલા વાયરોલોજિસ્ટે આશંકા વ્યક્ત કરી હતી કે ઓમિક્રોન લગભગ મનોક્લોનલ એન્ટીબોડી થેરેપી (કોકટેલ ટ્રીટમેન્ટ) પર રિસ્પોન્ડ ના કરે.

જ્યારે ડૉક્ટરો હોસ્પિટલમાં હતા, તે સમયે તેમના પત્ની જે પોતે પણ ડૉક્ટર છે, તેમનામાં પણ તેવા લક્ષણો દેખાયા હતા. ૨૬ નવેમ્બરે શરીર તૂટવાનું અને ઠંડી લાગવાનું શરુ થયું. તે દિવસે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો. બન્નેની મોટી દીકરી આરએટી પોઝિટિવ હતી પરંતુ આરટી-પીસીઆરમાં તે અને તેની નાની બહેન નેગેટિવ આવ્યા હતા. ૨૯ નવેમ્બરે ડૉક્ટરે રજા આપી હતી, પરંતુ ગરુવારે જ્યારે પુષ્ટી થઈ કે તેઓ ઓમિક્રોનથી સંક્રમિત છે તો ફરી દાખલ થઈ ગયા હતા.

તેમની પત્ની અને બાળકો પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું, આજે ( ડિસેમ્બર) પહેલું લક્ષણ દેખાયાનો ૧૨મો દિવસ છે. હવે કોઈ લક્ષણ નથી. ડૉક્ટરે કહ્યું કે જ્યારે તેઓ હોસ્પિટલમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની નાની દીકરી ( વર્ષ)ને લાગ્યું કે બધા પિકનિક પર જઈ રહ્યા છે. ડૉક્ટરે પુસ્તકો અને બેગ પણ પેક કરી લીધા હતા. તેમણે કહ્યું, બાળકો લગભગ એક્સપોઝ થયા હોય, પરંતુ તેઓ એસિમ્પટોમેટિક છે અને કોવિડ નેગેટિવ છે.

ડૉક્ટરે ૧૨ દિવસ બાદ જણાવ્યું કે, સ્થિતિ સામાન્ય છે, ચિંતા કરવાની જરુર નથી. જોકે, સાવધાની રાખવી જરુરી છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે પરંતુ જે જીવલેણ નથી.

(7:17 pm IST)