Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

Reliance Jio નો સૌથી સસ્તો પ્લાનઃ 75 રૂપિયાના પ્લાનમાં 23 દિવસની વેલિડિટી, ફ્રી કોલિંગ અને દરરોજ 100 MB ડેટા

પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા પણ મળે છે સાથે પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોના રિચાર્જ પ્લાન 1 ડિસેમ્બરથી મોંઘા થઈ ગયા છે. જીયોના પ્લાન 700 રૂપિયા સુધી મોંઘા થયા છે. આ સિવાય જીયો કેટલાક નવા પ્લાન લઈને આવ્યું છે. સાથે આ પ્લાનમાં મળનાર બેનિફિટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે જીયોનો સૌથી સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો અમે તમને જણાવશું કે ભાવ વધ્યા બાદ જીયોનો સૌથી સસ્તો પ્લાન ક્યો છે અને તેમાં શું-શું ફાયદા મળે છે.

75 રૂપિયાના પ્લાનમાં 23 દિવસની વેલિડિટી, ફ્રી કોલિંગ અને ડેટા

આ રિલાયન્સ જીયોનો હાલ સૌથી સસ્તો પ્લાન છે. આ જીયો ફોનનો પ્લાન છે. જીયોના 75 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 23 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 MB ડેટા મળે છે. આ સિવાય અન્ય 200 MB ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 2.5GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. સાથે પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. કિંમત વધ્યા પહેલા રિલાયન્સ જીયોના 75 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી. આ સિવાય પ્લાનમાં કુલ 3 જીબી ડેટા આપવામાં આવતો હતો.

119 રૂપિયાવાળો પ્લાન, 21GB ડેટા અને ફ્રી કોલિંગ

રિલાયન્સ જીયોનો આ પ્લાન પહેલા 98 રૂપિયાનો હતો. હવે આ પ્લાન 119 રૂપિયાનો થઈ ગયો છે. આ પ્લાનમાં યૂઝર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 21GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જીયોના આ પ્લાનમાં SMS મોકલવાની સુવિધા મળતી નથી.

(5:10 pm IST)