Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

'જવાદ' ચક્રવાત આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટ સાથે ટકરાશેઃ ૧૫૦ ટ્રેન કેન્સલ

વાવાઝોડાથી ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને તેને અડેલાં દક્ષિણી તટીય ઓડિશામાં શનિવારનાં વરસાદની તીવ્રતા વધવાનાં આસાર છે નુકસાનનાં ખતરાંને જોતા નૌસેના એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવકાર્યમાં તૈનાત કરી દેવામાં આવ્યાં છે

નવી દિલ્હી, તા.૪: જવાદ ચક્રવાતી વાવાઝોડુને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં બચાવ કાર્યની વ્યવસ્થા જોરે શોરે ચાલી રહી છે. NDRF દ્વારા ૬૪ ટીમની તૈયારી રાખવામાં આવી છે. જવાદને કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ૪ ડિસેમ્બરનાં પ્રસ્તાવિત યૂજીસી નેટની પરીક્ષાઓનું શિડ્યુલ પણ બદલી દેવામાં આવ્યું છે. હવે આ પરીક્ષાઓ ૫ ડિસેમ્બરનાં યોજાશે. આ ઉપરાંત રેલવેએ તેમની ૧૫૦ ટ્રેનો કેન્સલ કરી દીધી છે. આ આંધ્ર પ્રદેશ અને ઓડિશાનાં તટીય વિસ્તારથી પસાર થતી ટ્રેન છે. જેમાં અપમાં ૫૪ ટ્રેન અને ડાઉનમાં ૫૩ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તેમજ કેટલીક લોકલ ટ્રેન્સ પણ કેન્સલ કરવામાં આવી છે.

ઓડિશા સરકારે રાજયનાં ૩૦માંથી ૧૯ જિલ્લામાં સ્કૂલો બંધ રાખવાનાં આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપાડા જિલ્લાનાં ડીએમને આદેશ કરવામાં આવ્યાં છે કે, તે આશંકિત જગ્યાઓ પરથી લોકોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે.

૮૦ થી ૧૦૦ કિમી પ્રતિકલાકની ઝડપે હવા ચાલી શકે છે- એક મીડિયા રિપોર્ટ મુજબ, ઓડિશાનાં વિશેષ રાહત આયુકત પીકે જેનાનાં જણાવ્યા અનુસાર, હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ચક્રવાત રવિવારનાં પુરીનાં તટીય વિસ્તાર પર દસ્તક આપી શકે છે. આ દરમિયાન ૮૦ થી ૧૦૦ કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલી શકે છે.

આ છે NDRFની તૈયારીઓ- NDRFનાં મહાનિદેશક (DG) અતુલ કરવાલનાં જણાવ્યાં અનુસાર, સંવેદનશીલ વિસ્તારમાં ૪૬ દળ ખડકી દેવામાં આવ્યા છે. જયારે ૧૮ દળને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. NDRFના એક ટીમમાં આશરે ૩૦ કર્મી હોય છે. NDRFનાં કૂલ ૪૬ ટીમને ઓડિશા, પશ્યિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ મોકલવામાં આવ્યાં છે. કોઇપણ દળને એરલિફ્ટ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો #IDS એલર્ટ પર છે. ૧૮ અન્ય ટીમ પણ સ્ટેન્ડ બાય પર છે.

આંધ્રમાં એલર્ટ- વાવાઝોડાને કારણે આંધ્ર સરકારે ત્રણ ઉત્ત્।રીય તટનાં જીલ્લામાં અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવાનાં નિર્દેશ કર્યા છે. ૩ થી ૫ ડિસેમ્બરની વચ્ચે માછીમારોને પણ પશ્ચિમ મધ્ય અને ઉત્ત્।ર પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમનાં જિલ્લાઓમાં આ ચેતવણી આપવામાં આવી છે.

(11:59 am IST)