Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

૫ વર્ષથી નાના બાળકોને શિકાર બનાવે છે ઓમીક્રોન ?!!

આ વખતે ટ્રેન્ડ અલગ હોવાનું કહે છે વૈજ્ઞાનિકો

નવી દિલ્હી,તા. ૪ : ઓમિક્રોન વેરીયન્ટ બાબતે હવે એક નવી ભયજનક વાત સામે આવી છે. દક્ષિણ આફ્રિકન ડોકટરનું કહેવુ છે કે આ વખતે ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ સંક્રમણ ઝડપભેર વધી રહ્યુ છે. જો કે બધા બાળકો ઓમિક્રોનથી સંક્રમિત નથી પણ બાળકોમાં સંક્રમણ વધવાથી ચિંતા જરૂર વધી ગઇ છે.

દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુનિકેબલ ડીસીસીઝ (એનઆઇસીડી)ની ડોકટર વાસીલ જેસેટએ કહ્યુ કે કોઇ પણ વાયરસમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ ઓછુ હોય છે. પહેલાની મહામારીઓમાં પણ આવુ જ જોવા મળ્યુ છે. પણ ત્રીજી લહેરમાં ૫ વર્ષથી નાના બાળકો અને ૧૫ થી ૧૯ વર્ષના યુવાઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું વધ્યુ હતું અને હવે ચોથી લહેરમાં આપણે બધા વયજુથમાં સંક્રમણ વધવાનો ટ્રેન્ડ જોઇ રહ્યા છીએ ખાસ કરીને ૫ વર્ષથી નાના બાળકોમાં.

તેમણે કહ્યુ 'બાળકોમાં સંક્રમણ હજુ પણ ઓછુ છે પણ ૫ વર્ષથી નાના બાળકોમાં તે ઝડપભેર વધી રહ્યુ છે. ૬૦ વર્ષથી ઉપરના વૃધ્ધો આ વાયરસની સૌથી વધારે છે અને બીજા નંબર પર પાંચ વર્ષથી નાના બાળકો છે.' તેમણે એમ પણ કહ્યુ કે આ વખતે આપણને કંઇક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 

(11:58 am IST)