Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દિલ્હીનાં લોકોને હજુ પ્રદૂષણમાંથી રાહત મળી નથી

ગંભીર સ્તરે પહોંચ્યુ દિલ્હીનું વાતાવરણઃ લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર

પવનની ધીમી ગતિને કારણે  હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છેનવી દિલ્હી, તા.૪: દિલ્હીનાં લોકોને હજુ પ્રદૂષણમાંથી રાહત મળી નથી. પવનની ધીમી ગતિને કારણે શનિવારે હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે. શુક્રવારે દિલ્હીની હવા પણ અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી. દિલ્હીવાસીઓ સતત પ્રદૂષિત હવા શ્વાસમાં લેવા માટે મજબૂર છે. ધુમ્મસ, વાદળ અને સવારની શાંત હવાને કારણે ગુરુવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૪૨૯ રહ્યો હતો. તે ગંભીર તરીકે વર્ગીકૃત થયેલ છે.

દિલ્હી અને તેની આસપાસનાં વિસ્તારોની હવાની ગુણવત્તા, જે દિવાળી પછી બગડી છે, ગુરુવારે વરસાદ પછીનાં પવનોને કારણે નજીવો સુધારો થઈ રહ્યો છે, પરંતુ તે હજુ પણ 'નબળી' શ્રેણીમાં છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. શનિવારે સવારે દિલ્હીનાં નરેલામાં ૪૩૧ના AQI નોંધાયો હતો, જે દિલ્હી NCRમાં સૌથી વધુ છે. જયારે દિલ્હીની સાથે ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ફરીદાબાદમાં ઝેરી હવાની અસર ઓછી થઈ છે, પરંતુ સ્થિતિ ચિંતાજનક છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, દિલ્હી-NCR નાં લોકો આ સપ્તાહનાં અંતમાં પણ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબીર થશે, કારણ કે શનિવાર અને રવિવારે પવન ધીમો રહેશે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થઈ શકે છે. જો કે, સાંજનાં સમયે દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવો ઝરમર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ પ્રદૂષક રજકણો અમુક અંશે સ્થિર થયા હતા. શુક્રવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ૩૪૬ પોઈન્ટ પર રહ્યો હતો. હવાનું આ સ્તર ખૂબ જ ખરાબ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. પરંતુ, એક દિવસ અગાઉની સરખામણીએ તેમાં ૮૩ પોઈન્ટનો સુધારો થયો છે. દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક ૩૦૦ ની ઉપર છે. વળી, જહાંગીરપુરી મોનિટરિંગ સેન્ટરનો ઇન્ડેકસ ૪૦૯ રહ્યો છે. હવાનાં આ સ્તરને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે પવનની ગતિ મોટાભાગનાં સમય માટે શાંત રહેશે. જો સમયાંતરે પવન ફૂંકાય તો પણ તેની ઝડપ કલાકનાં ચાર કિલોમીટરથી વધુ નહીં થાય. જયારે રવિવારે પણ પવનની ઝડપ પ્રતિ કલાક દસ કિલોમીટરથી ઓછી રહેવાની શકયતા છે. જણાવી દઇએ કે, જયારે પવન જોરથી ફૂંકાય છે, ત્યારે વાતાવરણમાં રહેલા પ્રદૂષક કણો ધોવાઇ જાય છે.

(11:15 am IST)