Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સરકાર કેસામાન્ય માણસ જવાબદાર?

૩ વર્ષમાં ૭૨ હજાર પગપાળા યાત્રિકોએમાર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા

નવી દિલ્હી તા. ૪ : ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં અંદાજે ૭૨ હજાર રાહદારીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. એટલે કે ત્રણ વર્ષમાં પ્રતિદિન અંદાજે ૬૫ થી વધુ પગપાળા યાત્રિકો માર્ગ અકસ્માતોના શિકાર થયા પરંતુ માર્ગ પાર આ પ્રકારે જીવ ગુમાવતાલોકોને બચાવવા અંગે સરકારે આજ સુધી તેનું અધ્યયન કરવાનું જરૂરી સમજયુનહીં. જો કે અકસ્માત માટે સરકાર પગપાળા રાહગીરોને નિયમ નહીં માનવાના આરોપી છે જયારેવિશષજ્ઞોનુકહેવું છે કે વિદેશોમાંમાર્ગ પાર કરવાનો પ્રથમ હક પગપાળા રાહગીરોને નિયમ નહીં માનવાના આરોપી માને છે. જયારેવિશેષજ્ઞોનું કહેવું છે કે વિદેશોમાંમાર્ગ પર કરવાનો પ્રથમ હક પગપાળા જતા લોકોનોહોય છે.

યુપીથી બીજેપીના સાંસદ બૃજલાલ દ્વારા થોડા દિવસ પહેલા રાજયસભામાં માર્ગ અકસ્માતોમાં પગપાળા યાત્રિકોનામોટવિષેપૂછવામાં આવ્યું તો સરકારેલેખિત જવાબમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં માર્ગ અકસ્માતોમાં ૨૨૬૬૫ પગપાળા રાહગીરોના મોત થયા છે. જોકે આ વર્ષમાં માર્ગ અકસ્માતમાં કુલ મૃતકોની ૧૫૧૪૧૭ના ૧૪.૯૭ ટકા હતા. બીજી બાજુ ૨૦૧૯-૨૦માં પગપાળા રાહગીરોનીમૃતકોની સંખ્યા ૨૩,૪૮૩ રહી છે. આ પ્રકારે ત્રણ વર્ષમાં દેશમાં ૭૧૯૯૭ પગપાળા યાત્રી માર્ગ અકસ્માતમાં મોત થયા છે.

સરકારનું કહેવું છે કે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રાજમાર્ગોપર પગપાળા ચાલતા લોકોના મોત શું કામ થાય છે તેનું કોઈ અધ્યયન રહેલું નથી કે કરવામાં પણ આવ્યું નથી.સામાન્ય રીતે આ પ્રકારના મોત પગપાળા ચાલતા માર્ગ પર ચાલવા માટે નક્કી કરેલા માનદંડોનુંપાલન નહીં કરવા પર અથવા યાતાયાત દરમ્યાનમાર્ગ પર કરવાના પ્રયત્નો દરમ્યાનરસ્તો પાર કરવાની પ્રયત્નોનાકારણે થાય છે.

(11:14 am IST)