Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

નમાઝનો વિરોધ કરનારા ૨૦ લોકોની ધરપકડ થઈ

ગુરૃગ્રામમાં જાહેરમાં નમાઝ પર વિરોધ

નવી દિલ્હી, તા.૩ : દિલ્હી નજીક ગુરુગ્રામમાં ફરી નમાઝનો વિરોધ થયો છે. અહીંયા છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રહેવાસીઓ જાહેરમાં નમાઝ પઢવા સામે દેખાવો કરી રહ્યા છે ત્યારે આજે સેકટર ૩૭માં કેટલાક લોકો બપોરે દોઢ વાગ્યે નમાઝ પઢવા માટે પહોંચ્યા ત્યારે વિરોધ કરનારા પણ ત્યાં પહોંચી ગયા હતા.પોલીસે જોકે વિરોધ કરનારા ૨૦ લોકોની અટકાયત કરી હતી. ગુરુગ્રામમાં વીસ જગ્યાએ નમાઝ પઢવાની પરવાનગી છે.તેમાં સેક્ટર ૩૭ પણ સામેલ છે.કેટલાક દિવસો પહેલા આ જ સેકટરમાં નમાઝ પહેલા હવન કરવામાં આવ્યો હતો.લોકોએ સેકટર ૩૭ના ગ્રાઉન્ડમાં તાજેતરમાં મુંબઈ આંતકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે હવન પણ કર્યો હતો.

હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા આ પહેલા નમાઝની સામે હનુમાન ચાલીસાના પાઠ અને હવનનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)