Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પેપ્સી કો. કંપની સામે ખેડૂતોની જીત :FC-5 બટાકાનું વાવેતર કરી શકશે : પેપ્સી કો. કંપનીની પેટન્ટ થઇ રદ

30 મહિના બાદ હવે ખેડૂતો વેફર્સ માટેની બટેટાની ખેતી ભય વગર કરી શકશે :પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો પર કરાયેલા કેસ મામલે ખેડૂતોની અરજી ઓથોરિટી દવારા માન્ય

અમદાવાદ ; પેપ્સી બટેટા કેસમાં ખેડૂતોની જીત થઇ છે. 30 મહિના બાદ હવે ખેડૂતો વેફર્સ માટેની બટેટાની ખેતી ભય વગર કરી શકશે. પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો પર કરાયેલા કેસ મામલે ખેડૂતોની અરજી ઓથોરિટી દવારા માન્ય રાખવામાં આવી છે.

પેપ્સીકો કંપનીએ બટેટા FC-5 જાત પર પોતાના અધિકારો લગાવી દીધા હતાં. આ મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. પેપ્સીકો કંપની દ્વારા અનેક ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો પણ માંડવામાં આવ્યો હતો પરંતુ બીજ અધિકાર મંચ દ્વારા લડત આપવામાં આવી હતી અને અંતે આ ખેડૂતોના હિત નિર્ણય લેવાયો છે. આ પહેલા ખેડૂતોમાં ભયનો માહોલ હતો. પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર કરોડ સુધીના દવા કર્યા હતાં. આ અંગે હાજર રહેલા ખેડૂતોએ જણાવ્યુ હતું કે કંપનીનું રજીસ્ટ્રેશન રદ થતા સમગ્ર ભારતના ખેડૂતોની જીત થઇ છે. અને આ અંગે વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે.

  બે વર્ષ પહેલા પેપ્સીકો કંપનીએ ચાર જેટલા ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં ગુજરાતમાં FC-5 બટાકા વાવનાર ખેડૂતને પર પેપ્સીકો કંપનીએ પ્રત્યેક ખેડૂત પર એક કરોડ પાંચ લાખનો દાવો માંડ્યો હતો. અને અમદાવાદની કોમર્શીયલ કોર્ટમાં ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હતો. કેસ દાખલ થયા બાદ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે કંપનીની શાખ ખરડાઈ હતી જે બાદ ડાગ ન લાગે તે માટે ભયથી ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી લીધા. પણ સ્વમાન પર આવતા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયાને ખેડૂતોએ જીતના ગણી ખેડૂતોએ લડત આપી.મહત્વનું છે કે કોન્ટ્રાકટ ફાર્મિગના કારણે બિયારણ મુદ્દે વિવાદ થયો હતો. PPVFR ઓથોરિટીએ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ખેડૂતોની જીત થતાં હવે ખેડૂતો FC-5 રજીસ્ટ્રેશનના બટાકા વાવી શકશે. ઓથોરિટીએ કંપનીનું FC-5 રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ પારિત કર્યો છે. અગાઉ પેપ્સી કો.એ FC-5 બટાકાની જાત દાવો કરી કેસ કર્યો હતો બાદમાં પરત લઈ લીધો હતો. પણ ખેડૂતોએ સ્વમાનના ભોગે કેસ કરી જીત મેળવી છે.

(12:00 am IST)