Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ફ્રાન્સમાં ભાગેડૂ વિજય માલ્યાની 14 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ : ઇડીની મોટી કાર્યવાહી

વિજય માલ્યાની પ્રોપર્ટી 32 Avenue FOCHના એડ્રેસ પર રજિસ્ટર્ડ હતી

નવી દિલ્હી : વર્ષ 2016થી બ્રિટનમાં રહી ચૂકેલા ભારતના ભાગેડૂ બિઝનેસ વિજય માલ્યા પર ઇડી (ED)નો સકંજો અને કસવામાં આવ્યો છે. ફ્રાંસમાં માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી એજન્સીએ જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા પર આરોપ છે કે તેને કિંગફિશર એરલાઇન માટે છેતરપિંડીથી 10 હજાર કરોડની લોન લીધી છે. બાકી ચૂકવવા બદલે તેને દેશ છોડી દીધો છે. 

વિજય માલ્યાની પ્રોપર્ટી 32 Avenue FOCHના એડ્રેસ પર રજિસ્ટર્ડ હતી. જેને કાર્યવાહી કરતાં સરકારી નિયંત્રણમાં લઇ લીધી. જપ્ત પ્રોપર્ટીની કીંમત લગભગ 14 કરોડ છે. કાર્યવાહી બાદ એજન્સીએ ટ્વીટ કરીને જાણકારી આપી. છે

ED એ 25 જાન્યુઆરી 2016ને મેસર્સ કિંગફિશર એરલાઇન્સ, વિજય માલ્યા અને અન્ય વિરૂદ્ધ સીબીઆઇ દ્વારા નોંધાઇ એફઆઇઆરના આધારે ધન શોધ નિવારણ અધિનિયમમ 2002 (PMLA)હેઠળ તપાસ શરૂ કરી હતી. 

(8:45 pm IST)