Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દેશમાં નફરત અને ઘૃણા ફેલાવવાના આરોપ સાથે કંગના રનૌત વિરૂદ્ધ બોમ્‍બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરાતા મુશ્‍કેલી વધી

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ વધી રહી છે. કંગના વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટ માં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં 'નફરત અને ધૃણા' ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અરજીમાં લાગ્યા છે આ આરોપ

અરજીકર્તા તરફથી દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કંગનાના ટ્વીટથી દેશમાં સતત નફરત ફેલાવવાની અને દેશદ્રોહ ફેલાવવાની કોશિશ થાય છે. આ સાથે જ કહેવાયું છે કે દેશને તેના અતિવાદી ટ્વીટ્સથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં તેમણે એક ધર્મ વિશેષને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

કંગનાએ કહ્યું ટ્વિટર ઉપરાંત પણ છે વિકલ્પ

ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કંગનાએ માઈક્રોબ્લોગિંગ સાઈટ પર લખ્યું કે, 'ટ્વિટર એકમાત્ર મંચ નથી જ્યાં તે પોતાનો મત રજુ કરી શકે છે. કંગનાએ ટ્વિટર પર લખ્યું છે કે હું સતત અખંડ ભારતની વાત કરું છું. ટુકડે ટુકડે ગેંગ

કંગનાએ ટુકડે ટુકડે ગેંગને આપ્યો જવાબ

તેણે કહ્યું કે, 'ટુકડે ગેંગ યાદ રાખજો, મારો અવાજ દબાવવા માટે તમારે મને મારવી પડશે અને આમ છતાં દરેક ભારતીય દ્વારા બોલીશ અને આ મારું સપનું છે. તમે જે પણ કરશો, મારું સપનું અને મક્સદ જ સાચુ થશે. આથી હું ખલનાયકોને પ્રેમ કરું છું.'

પહેલા પણ કંગના વિરુદ્ધ થઈ હતી અરજી

અત્રે જણાવવાનું કે આ જ રીતે કંગના પર આ બીજો કેસ છે. તાજેતરમાં કંગનાને હાઈકોર્ટથી બીએમસી વિવાદ મામલે રાહત મળી છે. કંગના સતત ટ્વિટર પર કોઈને કોઈ નિવેદન આપતી રહે છે. જેને લઈને વિવાદ છેડાય છે.

(5:47 pm IST)
  • સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું દુઃખદ નિધન : જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું આજે ભાવનગર મુકામે દુઃખદ નિધન થયુ છે : તેઓ ૮૩ વર્ષના હતા : કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા access_time 3:20 pm IST

  • ઓવૈસીના ગઢમાં ભાજપને સરસાઈ : ગ્રેટર હૈદરાબાદ ચૂંટણીની મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં ભાજપ 30 બેઠકો પર અને ટીઆરએસ 15 બેઠકો પર આગળ : access_time 9:37 am IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST