Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કેનેડાના એક નિષ્ણાતનો દાવો

માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ-ટેસ્ટ વગેરે તુત

નવી દિલ્હી, તા.૪ : પેથોલોજીના એક નિષ્ણાંત ડોકટર, મેડીકલ એસોસીએશનના પેથોલોજી વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ, મેડીસીન વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર જેમણે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, કેનેડાની પેથોલોજીની એકઝામ કમિટીના ચેરમેન અને હાલમાં નોર્થ કેરોલીનાની એક બાયોટેકનોલોજી કંપનીના ચેરમેન, જે કોવિદ-૧૯ની ટેસ્ટીંગ કીટ બનાવીને વેચે છે. તેઓ ડોકટર રોજર હુડકીન્સન કોરોના વિષે શું કહે છે તે ખરેખર જાણવા જેવું છે.

તેઓ એવું માને છે કે કોરોના અંગે પ્રજામાં આટલો ઉન્માદ રાજકારણીઓ અને મીડીયા દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. ગંભીર સ્થિતિ વાળા અને મોટી ઉંમરના લોકોની સુરક્ષા કરવા સિવાય આ વાયરસને રોકવા માટે કંઇ કરવાની જરૂર જ નથી. આ વાયરસ ફલુના વાયરસથી વધારે બીજું કંઇ નથી. આ કંઇ ઇબોલા કે સાર્સ જેવો ખાતરનાક નથી. આ ફાર્મા ઉદ્યોગ દ્વારા ઉભી કરવામાં આવેલ ખતરનાક ગેમ છે. આ રોગમાં ગયા વર્ષે આપણે જે કંઇ કર્યું તેવું કરવાની જરૂર જ નથી. સાજા થઇ જાવ ત્યાં સુધી ઘરે રહો અને વૃદ્ધોને ન મળો.

તેમના અનુસાર, માસ્ક તદન નકામા છે. માસ્કથી ફાયદો થતો હોવાના કોઇ પુરાવા નથી. લોકો આના વિષે કંઇ જાણ્યા વગર રાજકારણીઓના આદેશોનું પાલન કરે છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ પણ અર્થ વગરનું છે કારણ કે કોવિદ વાયરસ હવામાં ૩૦ મીટર સુધી જઇ શકે છે. એટલે મેં પહેલા પણ કહ્યું હતું તેમ આવતી કાલથી જ બધું ખોલી નાખવાની જરૂર છે. કોરોના ટેસ્ટ પોઝીટીવ પણ એક ગતકડું જ છે. શ્વાસમાં તકલીફ સાથે કોઇ હોસ્પિટલમાં જાય ત્યારે જ કોવિદ ટેસ્ટ કરાવવા જોઇએ. આ લોકોને ૩ થી પ હજાર ઇન્ટરનેશન યુનિટ વીટામીન-ડી ના આપવા જોઇએ. આટલુ જ કરવાની જરૂર છે.

(3:26 pm IST)