Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

આંદોલન અને પાક નબળા ન પડવા જોઇએ

પુરૂષો દિલ્હીમાં: મહિલાઓ ખેતરમાં

નવી દિલ્હીઃ કૃષી કાયદા વિરૂધ્ધ ખેડૂતોના આંદોલનનો આજે ૯મો દિવસ છે. ખેડૂતો દિલ્હીમાં છે અને તેમના ખેતરો ઘરની મહિલાઓ સંભાળી રહી છે. જેથી પુરૂષોની ગેરહાજરીમાં પાકને પણ કોઇ મુશ્કેલી ન પડે. આ મહિલાઓનું કહેવું છે કે બધી જવાબદારી સંભાળતા થાક નથી લાગતો, કેમ કે હોંસલો સૌથી મોટો છે. જયારે પુરૂષો લડી રહ્યા છે તો અમે પણ જવાબદારીથી પીછેહઠ નહીં કરીએ. ખેતરોમાં દરેક ઉંમરની મહિલાઓ કામ કરી રહી છે, જેથી ન આંદોલન કમજોર થાય કે ન ખેતરમાં ઉભો પાક.

(2:35 pm IST)