Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોના વેકસીન

૨૦૨૧ના પહેલા ત્રિમાસીક સુધીમાં ઉપલબ્ધ થશે મોડર્નાના ૧૦ કરોડ ડોઝ

નવી દિલ્હી તા. ૪ : કોરોનાનો કહેર આખી દુનિયા પર છવાયેલો છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી રસી બનીને નહીં આવે ત્યાં સુધી આ વાયરસથી છૂટકારો નહીં મળે. દુનિયાભર કોરોનાની રસી પર કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકામાં તૈયાર થઇ રહેલ મોડર્નાની રસી બાબતે કહેવામાં આવ્યુ઼ છે કે તે ૨૦૨૧ના પહેલા ત્રિમાસીકમાં વૈશ્વિક સ્તરે ૧૦ થી ૧૨.૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થવાની આશા છે. સમાચાર એજન્સી રોયટરે આ માહિતી આપી છે.

થોડા સમય પહેલા જ જણાવાયું હતું કે, મોડર્નાની રસીમાં ૯૪ ટકા એફીસીયન્સી છે, જે શરીરમાં એન્ટી બોડીના ઉત્પાદન માટે પ્રેરીત કરે છે અને તે ત્રણ મહીના સુધી ચાલે છે. ફાઇઝર ઇન અને મોડર્નાની કોવિડ-૧૯ રસી આગામી દિવસોમાં સૌથી વધારે સંભવિત આપાતકાલિન ઉપયોગ માટે વપરાશે. મોડર્નાની ટ્રાયલની સફળતાઓએ આશા જગાવી છે કે જલ્દી એક કોરોના રસી આવી જશે. રસીની અસરકારકતા અલગ અલગ ઉમર અને જાતીને અનુરૂપ જોવા મળી છે.

ભારતમાં કોરોના રસીની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને સોમવારે જ્યારે વેકસીન અંગે સવાલ પૂછાયો તો જણાવ્યું હતું કે, આગામી ૩-૪ મહીનામાં એ વાતની પુરી શકયતા છે કે આપણી પાસે રસી ઉપલબ્ધ થઇ જશે અને લોકોને તે લગાવવાનું પણ શરૂ કરી દેશું.

(1:02 pm IST)