Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

મોડર્ના વેકિસન આપ્યા પછી ૩ મહિના કોરોના સામે રક્ષણ મળશે : અભ્યાસમાં થયેલી જાહેરાત : ૧૭ ડિસેમ્બરે અમેરીકાના એફડીએ અભ્યાસ કરી લીલીઝંડી આપે તેવી શકયતા

અમેરીકાની મોડર્ના (કોવિડ-૧૯) વેકસીન લગાડ્યા પછી ૩ મહિના સુધી કોરોના સામે રક્ષણ આપતી હોવાનું એક રિસર્ચમાં પ્રસિદ્ધ થયુ છે : ૯૪% અસરકારક નિવડેલી મોડર્ના કોવિડ-૧૯ વેકસીનના બે ડોઝ આપવાથી શરીરમાં શકિતશાળી એન્ટીબોડીઝ પેદા કરે છે. જે ત્રણ મહિના સુધી સંપૂર્ણપણે અસરકારક રહે છે : નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર એલર્જીસ અને ઈન્ફેકશીયસ ડિસીઝ (એનઆઈએઆઈડી) ખાતેના સંશોધકોએ આ રસી ડેવલપ કરી છે. તેમણે ૩૪ લોકો ઉપર આ વેકસીનની અસરોનો અભ્યાસ કર્યો હતો. ભાગ લેનારા ૩૪માં યુવાનો અને વૃદ્ધો બંનેનો સમાવેશ થાય છે. ધ ન્યુ ઈંગ્લેન્ડ જનરલ ઓફ મેડીસીનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ આ રસી આપ્યા પછી શાર્શ કોવિદ-૨ વાયરસને માનવ શરીરના સેલમાં દાખલ થતા અટકાવી શકયા હતા. સમય જતા આ એન્ટીબોડી ઓછા થવા લાગે છે પરંતુ તેઓ સતત શરીરમાં હાજર રહે છે. ત્રણ મહિના પછી બુસ્ટરડોઝ આપવાનો થાય છે. મોડર્નાએ તૈયાર કરેલ આ વેકસીનનું નામ એમઆરએનએ - ૧૨૭૩ આપવામાં આવ્યુ છે અને ૨૮ દિવસના અંતરે બે ઈન્જેકશન દ્વારા એ વેકસીન આપવામાં આવી હતી. એનઆઈએઆઈડીના ડાયરેકટર એન્થની ફૌસી અને બીજા એકસપર્ટોએ કહ્યુ હતું કે શરીરની ઈમ્યુન સિસ્ટમ આ વાયરસ પાછળથી ફરી દેખા દયે તો તેને યાદ રાખશે અને શરીરમાં નવા એન્ટીબોડી પેદા કરશે. આ અભ્યાસમાં એવું પણ જોવા મળ્યુ હતું કે મોડર્નાની આ વેકસીન શરીરમાં કેટલાક ચોક્કસ પ્રકારના ઈમ્યુન સેલ પેદા કરશે, પરંતુ લાંબા સમયના અભ્યાસ પછી જ સાચો ખ્યાલ આવે કે આ સ્થિતિ સર્જાય છે કે કેમ? ૧૭ ડિસેમ્બરે અમેરીકાના ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મોર્ડના વેકસીનની ચકાસણી થશે અને ત્યારબાદ ઈમરજન્સી ઉપયોગ માટે લીલીઝંડી અપાશે. ફાઈઝર અને બાયોએનટેક દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી અન્ય વેકસીનની જેમ જ જીનેટીક મટીરીયલની નવી ટેકનીક ઉપર મોડર્નાની આ વેકસીન પણ આધારીત છે. જેમાં એમઆરએનએ (મેસેન્જર રીબોન્યુકલીક એસીડ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 

(11:56 am IST)
  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST

  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST

  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST