Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દાદી પર ટ્વીટ કરીને ઘેરાઇ કંગનાઃ જાહેરમાં માફી માંગવી જોઇએ

ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવકતાએ કંગના પર નિશાન સાધ્યું છે અને માફી માગવા કહ્યું છે

નવી દિલ્હી,તા. ૪: કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રહેલા આંદોલનનો સરકાર દ્વારા અંત લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જોકે, આ મુદ્દા વિવિધ રીતે વધારેને વધારે ચર્ચિત બની રહ્યો છે. કેનેડાના રાષ્ટ્રપ્રમુખ હોય કે પછી કંગના રનૌત વગેરેના કારણ પણ આ મુદ્દો વધારેને વધારે ફેલાઈ રહ્યો છે. કંગનાએ આ આંદોલનનો વિરોધ કર્યો અને પછી તેમાં જોડાયેલી વૃદ્ઘા વિશે કંઈક એવી વાત કહી દીધી કે જેના લીધે વિવાદ વધારે વકરી રહ્યો છે. જોકે, આ મામલે વિવાદ વધ્યો તો કંગનાએ ટ્વિટ ડિલિટ કરી દીધું. આમ છતાં ટ્વિટને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીએ તેના પર પલટવાર કર્યો છે. હવે ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવકતાએ કંગના પર નિશાન સાધ્યું છે અને માફી માગવા કહ્યું છે.

ભાજપના પ્રવકતા આરપીસિંહે પોતાના ટ્વીટમાં કંગના રનૌતને સાર્વજનિક રીતે માફી માગવા માટે કહ્યું છે. તેમણે લખ્યું, 'હું તમારા સાહસ અને એકિટંગ માટે તમારું સન્માન કરું છું, પરંતુ હું મારી માનું અપમાન કરવા કે તેમને અપમાનિત કરવા માટે કોઈને સ્વીકાર નહીં કરું. આવું કરવા માટે તમારે સાર્વજનિક રીતે માફી માગું છું.'

ભાજપના પ્રવકતા આરપી સિંહે કંગનાના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું છે, જેમાં કંગનાએ વૃદ્ઘ મહિલાને લઈને ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, શાહીન બાગની દાદી પણ નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનમાં જોડાઈ ગઈ છે. કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ટાઈમ મેગેઝીનમાં જગ્યા બનાવી ચુકેલી દાદી ૧૦૦ રુપિયામાં ઉપલબ્ધ છે. જોકે, ઘણી ખબરોમાં દાવો કરાયો છે કે આ બન્ને મહિલા અલગ-અલગ છે.

બીજી તરફ કંગનાને ખેડૂત આંદલન અને દાદીને લઈને કરવામાં આવેલા ટ્વીટ પર તેમને કાયદાકીય નોટિસ પણ મોકલવામાં આવશે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટના સભ્ય જસ્મૈન સિંહ નોની દ્વારા વકીલ હરપ્રીત સિંહ દોરાએ આ નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવાયું છે કે જયારે મુંબઈમાં કંગના રનૌતની ઈમારત તોડવામાં આવી તો તેમણે પ્રશંસકોને એકઠા કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. તે સમયે તેમણે કહ્યું હતું કે કોર્પોરેશન દ્વારા કરાયેલી કાર્યવાહી તેમના મૌલિક અધિકારો પર હુમલો છે. આ જ રીતે બંધારણ હેઠળ ખેડૂતોને પણ શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર છે અને તે ખેડૂતોનું અપમાન ના કરી શકે.

કાયદાકીય નોટિસમાં વૃદ્ઘ દાદીને લઈને કરવામાં આવેલા દાવામાં બે અલગ-અલગ મહિલાઓ છે અને જો અલગ નથી તો પણ તેમણે પોતાને રાજકારણમાં ચમકવા માટે કોઈ વૃદ્ઘ મહિલાને અપમાનિત કરવાનો અધિકારી નથી. આ સ્પષ્ટ રીતે નફરત ફેલાવનારી ટ્વીટ છે અને તેના પર જલદીમાં જલદી પગલા ભરવાની જરુર છે.

(10:43 am IST)