Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

આર્મી હેડકવાર્ટરમાં વધુ એક ફેરફાર, ત્રીજા ડેપ્યુટી ચીફના પદને મળી મંજૂરી

ચીન-પાક સાથે વધી રહેલા તનાવને ધ્યાને રાખી

નવી દિલ્હી,તા.૪ : આર્મી હેડકવાર્ટરમાં ફેરફારના એક મહત્વના બિંદુને સરકારને મંજૂરી આપી દીધી છે. આર્મીમાં વધુ એક ડેપ્યુટી ચીફનું પદ બનશે. આ માટે ગવર્મેન્ટ સેકશન લેટર જારી કરી દેવામાં આવ્યો છે. આર્મી હેડકવાર્ટરમાં હાલ બે ડેપ્યુટી ચીફના પદ છે પરંતુ વધુ એક ડેપ્યુટી ચીફની જરૂર ડોકલામ વિવાદ બાદ અનુભવાય હતી. સૂત્રો પ્રમાણે લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ દેશના પ્રથમ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ હશે. કેન્દ્ર સરકારે ગુરૂવારે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફનો પદ બનાવવાનો પત્ર જારી કરી દીધો છે.

 હકીકતમાં ૨૦૧૭માં ડોકલામમાં ૭૨ દિવસ સુધી ભારત અને ચીનના સૈનિક આમને-સામને હતા. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, તેનું જયારે રિવ્યૂ કરવામાં આવ્યું તો એક નવી સિસ્ટમ બનાવવાની જરૂર લાગી. હાલ સિસ્ટમમાં આર્મીના માળખામાં એક વિભાગ ઈન્ટેલિજન્સની જવાબદારી જુઓ છે, બીજો લોજિસ્ટિક તો એક અલગ વિભાગ ઓપરેશન્સનો. આર્મીના વાઇસ ચીફની અન્ડર આ બધા કામ કરે છે.

 જયારે ડોકલામ વિવાદ થયો તો એક અડોક (અસ્થાયી) કમિટી બની જેમાં આ બધા અલગ અલગ વિભાગોના પ્રમુખોની સાથે આવીને રણનીતિ બનાવી. આ દરમિયાન અનુભવાયું કે એક એવું કાયમી સ્ટ્રકચર હોવું જોઈએ જેમાં ઓપરેશન્સ, ઈન્ટેલિજન્સ, પર્સપેકિટવ પ્લાનિંગ બધુ એક હેડની અંદર આવે જેથી ઇમરજન્સીમાં કોઈ અસ્થાયી વ્યવસ્થા ન કરવી પડે અને નિર્ણય લેવામાં તેજી આવે.

 હવે આર્મીને વધુ એક ડેપ્યુટી ચીફ મળશે. જેને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી)નું નામ આપવામાં આવ્યું છે. આ હેઠળ ડીજીએમઓ, ડીજીએમઆઈ, ડીજીપીપી (તેનું નામ બદલીને સ્ટ્રેટેજિક પ્લાનિંગ થઈ જશે) ડીજી લોજિસ્ટિક અને ડીજી ઇન્ફોર્મેશન વોરફેયર આવશે. કોઈપણ ઓપરેશન કે ઇમરજન્સી સમયમાં રણનીતિ બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હોય છે. સરકારે ડાયરેકટર જનરલ ઇન્ફોર્મેશન વોરફેયરના પદને પણ મંજૂરી આપી છે.

 મહત્વનું છે કે લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ ૨૦૧૬જ્રાક્ન ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇકના પ્લાનિંગમાં પણ સામેલ રહી ચુકયા છે. તેમને કાઉન્ટર ટેરર ઓપરેશનનો લાંબો અનુભવ છે. લેફ્ટિનેન્ટ જનરલને સિયાચિન ગ્લેશિયરમાં ઉંચાઈ વાળા યુદ્ઘમાં પણ લાંબો અનુભવ છે. તેમણે પોતાના કરિયરનો મોટાભાગનો સમય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરોધી અભિયાનોનું સંચાલન કરવામાં પસાર કર્યો છે.

(10:43 am IST)
  • હવે કર્ણાટક સરકાર પણ ' લવ જેહાદ ' કાનૂન લાવવાની તૈયારીમાં : ઉત્તર પ્રદેશમાં અમલી બનાવાયેલા કાનૂન મુજબ ફરજીયાત ધર્માન્તર અને લગ્ન માટે 10 વર્ષની જેલસજા તથા 50 હજાર રૂપિયાનો દંડ : હરિયાણા તથા મધ્ય પ્રદેશની સરકાર દ્વારા થઇ રહેલી વિચારણા બાદ હવે કર્ણાટક સરકાર પણ લવ જેહાદ કાનૂન લાવવા તૈયાર : હોમ મિનિસ્ટરની ઘોષણાં access_time 8:47 pm IST

  • ઓવૈસીના ગઢમાં ભાજપને સરસાઈ : ગ્રેટર હૈદરાબાદ ચૂંટણીની મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં ભાજપ 30 બેઠકો પર અને ટીઆરએસ 15 બેઠકો પર આગળ : access_time 9:37 am IST

  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST