Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રિપબ્લિક ચીફ એડિટર અર્ણબ ગોસ્વામીએ બોમ્બે હાઇકોર્ટમાં વચગાળાની અરજી દાખલ કરી : ઈન્ટીરીઅર ડિઝાઈનર તથા તેની માતાએ કરેલી આત્મહત્યા મામલે રાજગડ પોલીસે આપેલા ચાર્જશીટ સામે સ્ટે માંગ્યો : સુપ્રીમ કોર્ટના 27 નવેમ્બરના જજમેન્ટનો હવાલો આપ્યો

મુંબઈ :  ઈન્ટીરીઅર ડિઝાઈનર તથા તેની માતાએ કરેલી આત્મહત્યા મામલે રાજગડ પોલીસે આપેલા ચાર્જશીટ સામે રિપબ્લિક ચીફ એડિટર અર્ણબ ગોસ્વામીએ બોમ્બે હાઇકોર્ટમાં વચગાળાની અરજી દાખલ કરી સ્ટે માંગ્યો છે.તથા   હાલની તકે  કોઈ જાતની તપાસ ન કરવામાં આવે તેવી માંગણી કરી છે.તથા કેસ મુંબઈ પોલીસ પાસેથી લઈને સીબીઆઈ અથવા અન્ય સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવા અરજ કરી છે.
ગોસ્વામીના એડવોકેટે કરેલી દલીલમાં તેમણે સુપ્રીમ કોર્ટનું 27 નવેમ્બરનું જજમેન્ટ ટાંક્યું છે તથા જણાવ્યું છે કે મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખનું કૃત્ય સુપ્રીમ  કોર્ટની અવગણના સમાન છે.
આ વચગાળાની અરજી તેમણે આ અગાઉ દાખલ કરેલી  એફઆઈઆર રદ કરાવવા  માટેની પિટિશન સાથે જોડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે અર્ણબ ગોસ્વામીની 4 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી તથા તેઓને 14 દિવસ માટે રિમાન્ડ ઉપર લેવાયા હતા જેની સામે સુપ્રીમ કોર્ટે 11 નવેમ્બરના રોજ તેમને વચગાળાના જામીન  મંજુર કર્યા હતા.બાદમાં 27 નવેમ્બરના રોજ નામદાર કોર્ટે ગોસ્વામીની ધરપકડને મહારાષ્ટ્ર સરકારના આપખુદી વલણ સમાન ગણાવી હતી.

(10:38 am IST)