Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ભારતે ૧૬૦ કરોડ વેકસીનનો ઓર્ડર બુક કરાવ્યો

ભારત મહાઓર્ડર આપનાર વિશ્વનો પહેલો દેશ બન્યો

નવી દિલ્હી, તા. ૪ :. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. કોરોના સામે લડવા દરેક દેશ પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યુ છે. ભારે પણ વેકસીન ઉપલબ્ધ થવાની સ્થિતિમાં તૈયારી કરી છે. દેશમાં વેકસીનની ખરીદીથી લઈને સ્ટોક અંગેનુ માળખુ તૈયાર છે. અત્યાર સુધીના મળેલા આંકડા અનુસાર કોરોના વાયરસ વેકસીનના બુકીંગના મામલામાં ભારત દુનિયાભરમાં નંબર - ૧ ઉપર છે. ભારતે અત્યાર સુધીમાં વેકસીનના ૧૬૦ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

ભારતે સૌથી વધુ કોવિડ-૧૯ વેકસીન ઓકસફોર્ડ યુનિ.ની બુક કરી છે. ભારતે ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકાની ૫૦૦ મીલીયન ડોઝ એટલે કે ૫૦ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. ભારતની સાથે અમેરિકાએ પણ આટલો જ ઓર્ડર આપ્યો છે. ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેકસીન માટે ભારત અને અમેરિકા ઉપરાંત યુરોપીયન યુનિયન સહિત અનેક દેશોએ બુકીંગ કરાવેલ છે. યુરોપીયન યુનિયને ૪૦ કરોડ ડોઝનુ બુકીંગ કરાવ્યુ છે. બ્રિટને ૧૦૦ મીલીયન તો કેનેડાએ ૨૦ મીલીયનનો ઓર્ડર આપ્યો છે.

ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા એક માત્ર વેકસીન છે જેનો ઓર્ડર બધાએ આપ્યો છે.

ભારતે નોવાવેકસની વેકસીનના ૧ બીલીયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. ભારતે રૂસની સ્પુટનીક વેકસીનના ૧૦ કરોડ ડોઝનો પણ ઓર્ડર આપ્યો છે. ભારતમાં તેનુ અંતિમ ટ્રાયલ ચાલુ છે.

ભારતે ફાયઝરની વેકસીનનો ઓર્ડર હજુ આપ્યો નથી. મોર્ડના માટે પણ ભારતે ઓર્ડર નથી આપ્યો.

(10:37 am IST)