Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ટાઈમ મેગેઝીનની 'કિડ ઑફ ધ યર' બની ભારતીય મૂળની ગીતાંજલિ રાવ

પાંચ હજાર બાળકોમાંથી થઇ પસંદગી : 10 વર્ષની ઉંમરથી જ કરવા ઇચ્છતી હતી નેનો ટ્યૂબ પર રિસર્ચ :ગિતાંજલીનો ઈન્ટરવ્યુ ઑસ્કર વિજેતા હોલિવૂડ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ લીધો હતો.

નવી દિલ્હી : ટાઈમ મેગેઝિન દ્વારા ભારતીય મૂળની ૧૫ વર્ષિય બાળકી ગીતાંજલિરાવને પસંદ કરાઈ હતી. ટાઈમ દર વર્ષે પર્સન ઓફ ધ યર જાહેર કરે છે, પરંતુ આ વખતે કિડ ઓફ ધ યરનો ઉમેરો કર્યો છે. ગીતાંજલિ રાવને સંશોધક-વિજ્ઞાાની અને સ્ટેમ (એસટીએમઈ-સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)ની સમર્થક ગણાવાઈ હતી. ટાઈમ માટે ગિતાંજલીનો ઈન્ટરવ્યુ ઑસ્કર વિજેતા હોલિવૂડ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ લીધો હતો.

   ટાઈમ મેગેઝિને પોતાની નોંધમાં લખ્યું હતું કે બાળકો જ જગતનું ભવિષ્ય નક્કી કરવાના છે, માટે નોંધપાત્ર બાળકોને સન્માનવાનો સમય આવી ગયો છે. ટાઈમને કિડ ઓફ ધ યર માટે પાંચ હજાર બાળકોના નામ મળ્યા હતા, જેમાંથી ગિતાંજલીને પસંદ કરવામાં આવી હતી. ગિતાંજલીએ પીવાના પાણીના શુદ્ધિકરણ, ટીનેજર્સને ઓનલાઈન થતી હેરાનગતી જેવા અનેક મુદ્દા પર નોંધપાત્ર કામ કર્યું છે.

  ટીનેજર્સને ઓનલાઈન ધમકી, અશ્લિલ મેસેજીસ, અન્ય વાંધાજનક સામગ્રી મળતી હોય છે એ અટકાવવી જગતની એક મોટી સમસ્યા છે. અગાઉ તેને ફોર્બ્સના થર્ટી અન્ડ થર્ડી ઈનોવેટરમાં પણ સ્થાન મળી ચૂક્યું છે.

કોલારાડો સ્થિત ઘરેથી ઓનલાઈન ઈન્ટર્વ્યુ આપતા તેણે જણાવ્યું હતું કે હું દસ વર્ષની હતી ત્યારે જ મારા માતા-પિતાને કહ્યું હતું કે મારે કાર્બન સેન્સર ટેકનોલોજી પર કામ કરવું છે. તેણે સાયબરબુલિયિંગ (ઓનલાઈન હેરાસમેન્ટ) રોકવા માટે સર્વિસ વિકસાવી છે, જે ગૂગલ ક્રોમ જેવા વેબ બ્રાઉઝરમાં એક્સટેન્સન તરીકે ઉમેરી શકાય છે. એ એક્સેટન્સનને કારણે ઓનલાઈન હેરાસમેન્ટનું પ્રમાણ શરૃઆતી તબક્કે જ ઘટાડી શકાય છે.

ટાઈમે નોંધ્યુ હતું કે ઓનલાઈન ઈન્ટર્વ્યુમાં પણ તેની પ્રતિભા ચમકી ઉઠી હતી. ગિતાંજલીએ કહ્યું હતું કે જગતમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને ટેકનોલોજી દ્વારા જ તેને ઉકેલવાના છે. હું આ કામ કરી શકું છું, તો કોઈ પણ બાળક એ કરી જ શકશે.

(10:10 am IST)
  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST

  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : બપોરે 1-45 કલાક સુધીની મત ગણતરી મુજબ TRS 62 બેઠકો ઉપર આગળ : AIMIM 31 સીટ ઉપર તથા BJP 22 સીટ ઉપર આગળ : કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ access_time 2:07 pm IST