Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ચીનને આંચકો : આયાત ડ્યૂટી ઘટાડવાનો ઇન્કાર

ચીનને જો બિડેન પાસેથી ઘણી આશા હતી

વોશિંગ્ટન, તા. ૩ : અમેરિકામાં પ્રમુખપદે ચૂંટાયેલા જો બિડેનથી ચીનને ઘણી આશાઓ હતી. ચીનને આશા હતી કે જો બિડેન આવશે એટલે એમનો રસ્તો સાફ થઇ જશે અને બધું પહેલાં જેવું ધીમેધીમે થવા લાગશે. પરંતુ જો બિડેન એ ચીનને ગાદી સંભાળતા પહેલાં જ જોરદાર ઝાટકો આપ્યો છે. જી હા અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બિડેને એવી સ્પષ્ટ કહી દીધું કે હું ચીનના માલ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનો નથી. આમ અત્યારે તો ચીનની આશા પર પાણી ફરી વળ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીમાં પરાજીત થતાં ચીનને એવી આશા હતી કે બિડેન ટ્રમ્પે લીધેલા નિર્ણયને ફગાવી દેશે, પરંતુ બિડેને ચીનના માલના મુદ્દે સ્પષ્ટતા કરી દીધી હતી.

આ અંગે એક ઇન્ટરવ્યુમાં જો બિડેને કહ્યું કે ચીન સાથે ટ્રમ્પ સરકારે આરંભેલા વેપારી કરારો હાલ હું રદ કરવાનો નથી. જો કે હવે પછીના વ્યવહારોમાં અમેરિકાનું હિત સૌથી વધુ જળવાઇ રહે એવી મારી નીતિ રહેશે. બિડેને એમ પણ કહ્યું હતું કે હું મારા અંગત પૂર્વગ્રહોને વચ્ચે લાવ્યા વિના તમામ વિકલ્પો ખુલ્લા રાખીશ. અમેરિકાનું હિત મહત્તમ જળવાઇ રહે એ મારી અગ્રીમતા રહેશે.

(12:00 am IST)