Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હરિયાણાનાં પુર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનાં તેજાખેડા ફાર્મ હાઉસને ઇડીએ સીલ કરી દીધું

ઇડીની ટિમ ચૌટાલાની માલિકીની સંપત્તી પર કબજો કરવા માટે સિરસા અને પંચકૂલા પહોંચી

નવી દિલ્હી : હરિયાણાનાં પુર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનાં સિરસા જીલ્લાનાં તેજાખેડા ફાર્મ હાઉસને ઇડીએ સીલ કર્યું છે.ઓમ પ્રકાસ ચૌટાલા વિરૂધ્ધ આવકથી વધું સંપત્તીનાં મામલામાં તપાસ ચાલી રહી છે.ઇડીની ટીમ સીઆરપીઅએફ સાથે  10 વાગ્યે તેજાખેડા સ્થિત ફાર્મ હાઉસ પહોંચી હતી.

 ઇડીએ હરિયાણાનાં સિરસા જીલ્લાનાં પંચકુલામાં છાપો માર્યો હતો.ઇડીએ ફાર્મ હાઉસ સીલ કરતા પહેલા દસ્તાવેજો પણ તપાસ્યા હતાં.સુત્રોનાં જણાવ્યા અનુસાર ઇડીની ટીમે છાપો મારવા અને ચૌટાલાની માલિકીની સંપત્તી પર કબજો કરવા માટે સિરસા અને પંચકૂલા ગઇ હતી,ઇડીનાં અધિાકરીઓનાં જણાવ્યા પ્રમાણે આ મામલામાં નોટીસ પણ જારી કરવામાં આવી છે.

ઇડીએ આ પહેલા પુર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાની છ કરોડ રૂપિયાની સંપતી સીલ કરી હતી,અત્રે ઉલ્લેખનિય છે કે ચૌટાલા હાલ શિક્ષક ભરતી કૌંભાડમાં 10 વર્ષ માટે જેલની સજા કાપી રહ્યા છે.અને વર્તમાનમાં તે તિહાર જેલમાં બંધ છે.

ઇડીએ ઓમ પ્રકાશ ચૌટાલા અને અન્ય વિરૂધ્ધ સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરનાં આધારે કાર્યવાહી કરી છે.સીબીઆઇએ ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્રો અભય અને અજય ચૌટાલાનાં વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ પ્રમાણે ચાર્જશીટ દાખલ કરી હતી.

ઇડીને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું હતું કે ઓમ પ્રકાશ ચૌટાલાએ નવી દિલ્હી અને પંચકુલામાં સ્થાવર સંપત્તી ઉભી કરી છે,તે ઉપરાંત સિરસામાં એક નિવાસસ્થાન પણ બનાવ્યું છે.આ તમામ સંપત્તી ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરી છે.

(1:13 am IST)