Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ભાજપના સાંસદ રવિકિશને વિવાદ છેડ્યો : કહ્યું દેશમાં 100 કરોડ હિંદુઓની વસ્તી છે એટલે ભારત હિન્દૂ રાષ્ટ્ર

એ અદ્દભુત છે કે આપણા લોકોનું અસ્તિત્વ, આપણી ઓળખ અને સંસ્કૃતિ જીવિત છે

 

નવી દિલ્હી : નાગરિક્તા સુધારા બિલને વિરોધવંટોળ ફૂંકાઈ રહયો છે ત્યારે ભાજપના સાંસદ રવિકિશને નવો વિવાદ છેડ્યો છે રવિ કિશને કહ્યું કે આ દેશમાં 100 કરોડ હિંદુ વસ્તી છે. એવામાં ભારત એક હિંદુ રાષ્ટ્ર છે. તેમણે આગળ કહ્યું કે ઘણા મુસ્લીમ અને ખ્રીસ્તી દેશ છે. એવામાં એ અદ્દભુત છે કે હિંદુ સભ્યતા અને સંસ્કૃતિ જીવીત છે.

રવિ કિશને સંસદ બહાર પત્રકારો સાથે વાતચીતમાં હ્યું કે આ દેશમાં 100 કરોડ હિંદુ છે, તો હિંદું રાષ્ટ્ર તો આપોઆપ જ છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે આટલા બધા મુસલમાન અને ઇશાઇ દેશ છે, તો એ અદ્દભુત છે કે આપણા લોકોનું અસ્તિત્વ, આપણી ઓળખ અને સંસ્કૃતિ જીવિત છે અને તેને જીવિત રાખવા માટે એક માટી છે. જેનું નામ ભારત છે.

અત્રે ઉલ્લેખનિય છે કે નાગરિક્તા સુધારા બિલને કેબિનેટે મંજુરી આપી છે, હવે આ બિલ પહેલા લોકસભા અને રાજ્ય સભામાં રજુ કરવામાં આવશે. જો કે વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષનો સૌથી મોટો વિરોધ એ છે કે તેમાં ખાસ કરીને મુસ્લીમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે. તેમનો તર્ક એ છે કે બંધારણની કલમ-14નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. જે સમાનતાનાં અધિકારની વાત કરે છે

(12:04 am IST)