Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પીએમ મોદીના હાથમાં આવી એક સિક્રેટ ડાયરી:સોનિયા અને અને રાહુલ ગાંધી સહિત અનેક દિગજ્જના છુપાયા છે રહસ્ય

અગસ્તા કૌભાંડમાં નોંધાયેલ નામો અને સીબીઆઈના પૂર્વ ડિરેક્ટરની બીબીએમ ચેમાં ઉલ્લેખાયેલ નામોમાં સામ્યતા

 

નવી દિલ્હી : રાજકારણ અનેક રહસ્યોથી ભરપૂર હોય છે જેને કેટલીકવાર જાહેર કરવામાં આવે છે. ત્યારે એક સિક્રેટ ડાયરી સરકારના હાથમાં આવી છે જેમાં રાજકારણ સાથે સંકળાયેલા ઘણા દિગ્ગજ રાજકારણીઓના કાળા કારનામોનો ઉલ્લેખ છે. આ ગુપ્ત ડાયરીમાં 600 કરોડની રકમ વિવિધ લોકોને આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે

ડાયરીમાં જે લોકોની પાસે નાણાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પણ નામ છે. ડાયરીના બધા નામ કોડ વર્ડમાં છે, અહીં એક ચોંકાવનારી બાબત એ છે કે સિક્રેટ ડાયરીમાં નોંધાયેલા નામો એ અગસ્તા કૌભાંડમાં નોંધાયેલા નામો અને સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટરની બીબીએમ ચેટ જેવા જ છે.

(11:46 pm IST)