Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઉદ્ધવ ઠાકરે પર સંકટના વાદળ ? :કિંગમેકર શરદ પવારે કહ્યું એનસીપીને ડેપ્યૂટી સીએમપદ જેની પાસે અધિકાર નથી હોતો.

મુંબઈ : મહારાષ્ટ્રમાં લાંબી ખેંચતાણ બાદ ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર બની છે ત્યારે હવે વહેંચણી લઇને નિવેદનબાજી શરૂ થઈ છે. ત્રણેય દળોને સાથે લાવવામાં સૌથી મોટા કિંગમેકરની ભૂમિકામાં ઉભરેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં અધ્યક્ષ શરદ પવારે મંત્રાલયોની વહેંચણી પર નિવેદન આપીને મુદ્દામાં ટ્વિસ્ટ આપ્યો છે. એક ચેનલે આપેલા ઇન્ટરવ્યૂમાં પવારે કહ્યું કે, 'એનસીપીની પાસે ડેપ્યૂટી સીએમ છે, જેની પાસે કોઈ અધિકાર નથી હોતો.

શરદ પવારનું નિવેદન ઘણું મહત્વનું છે, કેમકે મહારાષ્ટ્રમાં બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે કૉંગ્રેસ અને એનસીપીએ શિવસેનાને સમર્થન આપ્યું છેત્રણેય દળોની વચ્ચે જો કે સરકાર ચલાવવા માટે એક કૉમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે, પરંતુ મંત્રાલયોની વહેંચણી અત્યાર સુધી થઈ શકી નથી. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, જ્યારે તેમની સાથે ત્રણેય દળોનાં 2-2 મંત્રીઓએ શપથ લીધા હતા.

જો કે ગઠબંધનનાં ફૉર્મ્યૂલા અંતર્ગત એનસીપીને ડેપ્યૂટી સીએમનું પદ આપવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી આના પર કોઈની નિયુક્તિ નથી શકી. સાથે ઉદ્ધવ કેબિનેટનો વિસ્તાર પણ અત્યાર સુધી નથી થઈ શક્યો. ચર્ચા છે કે મંત્રાલયોને લઇને અંતિમ સહમતિ બની શકી છે. ઇન્ટરવ્યૂમાં શરદ પવારને મુદ્દા પર પ્રશ્ન ઉભો કર્યો તો તેમણે બૉલ શિવસેના અને કૉંગ્રેસને પાસ કરી દીધો.

શરદ પવારે કહ્યું કે, 'મંત્રાલયોને લઇને તેમની પાર્ટી એનસીપી અને શિવસેનાની વચ્ચે કોઈ ઝઘડો નથી. કૉંગ્રેસ અને એનસીપીની વચ્ચે છે. એનસીપીની પાસે શિવસેનાથી બે સીટો ઓછી છે, જ્યારે કૉંગ્રેસથી 10 સીટો વધારે. શિવસેના પાસે મુખ્યમંત્રી છે તો કૉંગ્રેસ પાસે સ્પીકર છે, પરંતુ મારી પાર્ટીને શું મળ્યું? ડેપ્યૂટી સીએમ પાસે કોઈ અધિકાર નથી હોતો.' પવારનું નિવેદન રોટેશનલ સીએમની ચર્ચાને પણ જોર આપનારું છે.

ઉલ્લેખનીય છે કે ત્રણેય દળોની વચ્ચે સહમતિ બાદ મહા વિકાસ અઘાડીની સંયુક્ત સરકાર બનવા દરમિયાન ચર્ચા પણ હતી કે એનસીપી અઢી-અઢી વર્ષ રૉટેશનલ સીએમ ઇચ્છે છે. ખુદ શરદ પવારે સાર્વજનિક રીતે કહ્યું હતુ કે શિવસેના અને એનસીપીની વચ્ચે અઢી-અઢી વર્ષ સીએમને લઇને વાત થઈ હતી. જો કે જ્યારે સરકાર ગઠન થયું ત્યારે શિવસેના તરફથી કહેવામાં આવ્યું કે શિવસેનાનો સીએમ સંપૂર્ણ 5 વર્ષ માટે રહેશે.

(11:23 pm IST)