Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બ્રેકિંગ ન્યૂઝ જરૂરી પણ રિર્પોટર અને કેમેરામેનને મળે સોશ્યલ સિકયોરીટીઃ એનસીપી સાંસદ સુપ્રિયા સુલેની ટિપ્પણી

     એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ મંગળવારના લોકસભામાં કહ્યું કે રિર્પોટર અને કેમેરામેન ર૪-ર૪ કલાક કામ કરતા હોય છે. અને બ્રેકિંગ ન્યુજ જરૂરી છે પણ એમને સોશ્યલ સિકયોરિટી મળવી જોઇએ.

     સુપ્રિયાએ કહ્યું કે  મહારાષ્ટ્રમાં મહિનામા જે રાજનીતિ થઇ તેની વચ્ચે એમણે જોયું કે મહિલા રીર્પોટર મોડી રાત સુધી ટોયલેટ વગર અને ખાધા વગર નેતાએાના ઘરની બહાર રહેતી હતી.

     સુપ્રિયાએ વધુમા જણાવેલ કે કેમેરામેન ટુ-વ્હીલર પર હેલમેટ પહેર્યા વગર અમારી ગાડીની સાથે ચાલતા હતા એમના એકસીડન્ટનુ જવાબદાર કોણ થશે.

(11:04 pm IST)