Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

લેવાલી વચ્ચે સેંસેક્સ ૧૭૫ પોઇન્ટ ઉછળીને આખરે બંધ

સેંસેક્સ ૪૦૮૫૦ની ઉંચી સપાટી ઉપર રહ્યો :તાતા મોટર્સના શેરમાં સાત ટકાથી વધુનો ઉછાળો નોંધાયો

મુંબઈ, તા.૪ : શેરબજારમાં આજે જોરદાર લેવાલી સેક્ટર આધારિત જોવા મળી હતી. અમેરિકા અને ચીન એક વેપાર સમજૂતિની દિશામાં આગળ વધી રહ્યા છે તેવા અહેવાલ આવ્યા બાદ રચનાત્મક સ્થિતિ જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ એક વખતે ૩૭૪ પોઇન્ટ સુધી ઉછળ્યો હતો પરંતુ કારોબારના અંતે ૧૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૪૦૮૫૦ની સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં આજે સૌથી વધુ સાત ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો જ્યારે એલએન્ડટીના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. એનએસઈનાં ક્ષેત્રમાં નિફ્ટી ૫૦માં ૧૨૦૦૦ની જાદુઈ સપાટી જોવા મળી હતી. નિફ્ટીમાં ૪૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૦૪૩ થઇ હતી. સેક્ટરલ મોરચા પર તમામ ઇન્ડેક્સમાં આજે હકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી રિયાલીટી સિવાયના તમામ ઇન્ડેક્સમાં સુધારો થયો હતો.

                  વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં સતત ત્રીજી વખત રોકાણકારોએ નાણા ઠાલવી દીધા છે. આ મહિનામાં નેટ આધાર પર ૨૨૮૭૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈ દ્વારા નવેમ્બરમાં ઇક્વિટીમાં ૨૫૨૩૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી છે. જો કે, ડેબ્ટના સેગ્મેન્ટમાંથી આ ગાળા દરમિયાન ૨૩૫૮.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે. રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે.

           ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે. એક દશકમાં આ સૌથી નીચી સપાટી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આજે ભારે ઉથલપાથલનો દોર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન સેંસેક્સ એક વખતે ૪૦૫૫૪ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.  સેક્ટરલ મોરચા ઉપર સ્થિતિની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો તેમાં ૧.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૧૧ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી ૦.૩૩ ટકાના ઉછાળા સાથે ૧૩૪૫૪ રહી હતી.

(7:47 pm IST)