Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પગાર-પેન્શન પર ૨૨૦૦૦ કરોડ સુધીનો ખર્ચ વધી ગયો

રેલવેની આવકના સંદર્ભમાં ગોયેલે વિગતો આપી : સામાજિક જવાબદારી અદા કરવામાં પણ ખર્ચ વધ્યો છે સાફ-સફાઈ, લોકલ ટ્રેનો, ગેજ રૂપાંતરણ પર જંગી ખર્ચ

નવીદિલ્હી, તા. ૪ :  કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રેલવેની કમાણી ૧૦ વર્ષની નીચી સપાટી ઉપર પહોંચી ચુકી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા સુધી ઓપરેટિંગ રેશિયો પહોંચી ચુક્યો છે. આનો મતલબ એ થયો કે , રેલવેને ૧૦૦ રૂપિયાની કમાણીના બદલે ૯૮.૪૪ રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. રેલવેમંત્રી પીયુષ ગોયેલે આના માટે આજે સાતમાં પગાર પંચના કારણે પગાર અને પેન્શનમાં વધારાના ખર્ચ અને સામાજિક જવાબદારીના બોજને જવાબદાર ગણાવીને સ્પષ્ટતા કરી હતી. પગાર અને સામાજિક જવાબદારીમાં રેલવેની એક મોટી આવક જઇ રહી છે. પીયુષ ગોયેલે આજે લોકસભામાં પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, આઠમાં પગાર પંચને લાગૂ કરવામાં આવ્યા બાદ રેલવે કર્મચારીઓના પગાર અને પેન્શન પર ૨૨૦૦૦ કરોડ રૂપિયા વધારાના ખર્ચ થઇ રહ્યા છે જેનાથી નાણાંકીય સ્થિતિ ઉપર અસર થઇ છે. ગોયેલે કહ્યું હતું કે, નવી લાઈનોના નિર્માણ અને સામાજિક જવાબદારી ઉપર પણ જંગી ખર્ચ થઇ રહ્યો છે.

                  ટ્રેન ચલાવવાને લઇને પણ ફંડની રકમ ખર્ચ થઇ રહી છે. જે વિસ્તારોમાં આવક ઓછી છે તે વિસ્તારમાં ટ્રેન દોડાવવાના લીધે પણ જંગી ખર્ચ થઇ રહ્યો છે. પ્રશ્નકાળ દરમિયાન રેલવેમંત્રીએ કહ્યું હતું કે, સાતમાં પગાર પંચની ભલામણો લાગૂ કરવામાં આવ્યા બાદ રેલવે કર્મચારીઓના પગાર અને પેન્શન પર ૨૨૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઇ રહ્યો છે. ઓપરેટિંગ નુકસાનમાં આની ભૂમિકા રહેલી છે. મંત્રીએ કહ્યું હતું કે, રેલવે સાફ-સફાઈ, લોકલ ટ્રેનો ચલાવવા અને ગેજ રૂપાંતરણ ઉપર જંગી ખર્ચ કરી રહ્યું છે. આ તમામ ખર્ચની અસર પણ રેલવે ઉપર થઇ રહી છે. ગોયેલે કહ્યું હતું કે, જ્યારે અમે પૂર્ણ પીક્ચરને જોઇએ છે ત્યારે સાતમાં વેતન પંચની ભલામણોને અમલી કરવા, સામાજિક જવાબદારીને અદા કરવા ટ્રેનોને ચલાવવાથી ઓપરેટિંગ રેશિયો એક વર્ષમાં ૧૫ ટકા નીચે પહોંચી જાય છે. રેલવેમંત્રીએ કહ્યું હતું કે, હવે એવો સમય આવી ગયો છે જ્યારે સામાજિક જવાબદારી ઉપર ખર્ચ અને લાભવાળા સેક્ટરો માટે બજેટને અલગરીતે રાખવાની શક્યતા ચકાસવામાં આવે. ઓપરેટિંગ રેશિયોના આંકડાથી રેલવેની સ્થિતિને સમજવાની બાબત બિલકુલ સરળ થઇ જાય છે. આનો અર્થ એ થયો કે, પોતાના તમામ સંશાધનો ઉપર પણ રેલવેને બે ટકાથી ઓછી કમાણી થઇ રહી છે. કેગના રિપોર્ટ મુજબ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

ઓપરેટિંગ રેશિયો......

નવીદિલ્હી, તા. ૪ :  કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રેલવેની કમાણી ૧૦ વર્ષની નીચી સપાટી ઉપર પહોંચી ચુકી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા સુધી ઓપરેટિંગ રેશિયો પહોંચી ચુક્યો છે. આનો મતલબ એ થયો કે , રેલવેને ૧૦૦ રૂપિયાની કમાણીના બદલે ૯૮.૪૪ રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. વર્ષ અને ઓપરેટિંગરેશિયો માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ ચુક્યું છે. આંકડાઓ નીચે મુજબ છે.

વર્ષ.............................. ઓપરેટિંગ રેશિયો (ટકામાં)

૨૦૦૮-૦૯................................................ ૯૦.૪૮

૨૦૦૯-૧૦................................................ ૯૫.૨૮

૨૦૧૦-૧૧................................................ ૯૪.૫૯

૨૦૧૧-૧૨................................................ ૯૪.૮૫

૨૦૧૨-૧૩................................................ ૯૦.૧૯

૨૦૧૩-૧૪................................................ ૯૧.૨૫

૨૦૧૪-૧૫................................................ ૯૦.૪૯

૨૦૧૬-૧૭................................................ ૯૬.૧૮

(7:46 pm IST)