Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિજ્ઞાન અને ટેકનોલોજીના મામલે ચીને અમેરિકા, રશિયા, જાપાનને પડકાર ફેંક્યોઃ કૃત્રિમ સુર્ય બનાવ્યાનો દાવો

બેઈજિંગ: વિજ્ઞાન અને ટેક્નોલોજીના મામલે ચીન સતત અમેરિકા, રશિયા, જાપાન જેવા વિક્સિત દેશોને પડકાર ફેંકી રહ્યો છે. આ જ દિશામાં તેણે આગળ વધતા એવું કારનામું કરી નાખ્યુ છે કે જે અંગે જાણીને આખી દુનિયા સ્તબ્ધ છે.

ચીનનો દાવો છે કે તેણે કૃત્રિમ સૂરજ બનાવ્યો છે. જેની શક્તિ અસલ સૂરજ કરતા અનેક ગણી વધારે છે. ચીનના આ પગલાને પ્રકૃતિ સાથે પંગો લેનારું પગલું ગણવામાં આવી રહ્યું છે. જે વિનાશકારી સાબિત થઈ શકે છે. ચીનનો દાવો છે કે આ નકલી સૂર્ય અસલ સૂર્યની જેમ જ શુદ્ધ ઉર્જા આપશે. સૌથી મોટી વાત એ છે કે તેને ન્યૂક્લિયર ફ્યૂઝન દ્વારા નિયંત્રિત કરી શકાશે.

ચીની વૈજ્ઞાનિક 2020 સુધીમાં તેને પૂરો કરી લેશે. ચીનની સમાચાર એજન્સી સિન્હુઆના ન્યૂઝ રિપોર્ટ મુજબ કૃત્રિમ સૂરજ HL 2M આગામી વર્ષ એટલે કે વર્ષ 2020 સુધીમાં કામ કરવાનું શરૂ કરી દેશે અને આવનારા કેટલાક દિવસોમાં તેના ઈન્સ્ટોલેશનનું કામ શરૂ થઈ જશે.

આ હશે ખાસિયતો

- કૃત્રિમ સૂરજ ન્યૂક્લિયર ફ્યૂઝનની મદદથી છ ગણી વધારે સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરશે.

- એવો પણ દાવો કરાયો છે કે આ કૃત્રિમ સૂરજ છ સૂર્ય બરાબર ઉર્જા આપશે.

- ચીન આ કૃત્રિમ સૂરજ સૂરજ નેશનલ ન્યૂક્લિયર કોર્પોરેશન, સાઉથ વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ સાથે મળીને બનાવી રહ્યો છે.

- વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ તે શરૂ થશે ત્યારબાદ રિએક્ટર સૂરજની સરખામણીમાં 12 ગણા વધુ તાપમાન સુધી પહોંચવામાં સક્ષમ રહેશે.

- કૃત્રિમ સૂરજનું લગભગ 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.

(5:11 pm IST)