Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પુંછમાં પાકિસ્તાની સેનાનો યુદ્ઘ વિરામ ભંગઃ બે ભારતીય નાગરિકોના મોત

પડોસી દેશ આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત સિઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યો છે

શ્રીનગર, તા.૪: જમ્મુ-કાશ્મીરમાં આતંકી દ્યૂસાડવા માટે પાકિસ્તાની સેના સતત તેમને કવરિંગ ફાયરિંગ આપતા એલઓસી પર ગોળીબારી કરતી રહે છે. મંગળવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગોળીબારીમાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે. પડોસી દેશે ફરી એકવાર સિઝ ફાયરનું ઉલ્લંદ્યન કરતા વસાહતોને શિકાર બનાવી ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સિઝ ફાયર સામે ભારતીય સેના પણ જવાબી કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાની સેના શુક્રવાર સાંજે પુંછની કૃષ્ણાખીણ વિસ્તાર, બાલાકોટ, શાહપુર, કિરણી અને માલતી સેન્ટરોમાં સતત યુદ્ઘ વિરામનો ભંગ કરી ગોળીબાર કરી રહી છે.

સૂત્રો મુજબ નવેમ્બર મહિનામાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાથી કાશ્મીરમાં દ્યૂસણખોરી કરાવવાના તમામ રસ્તાઓ બંધ થઇ જાય છે જેનાથી રોષે ભરાયેલી પાકિસ્તાની સેના જમ્મુના સરહદી વિસ્તાર રાજૌરી અને પુંછમાં ગોળીબારી કરી આતંકીઓને ઘુસાડવાના કૃત્યો કરી રહી છે.

પાકિસ્તાની સેનાના આવા કેટલાય ષડયંત્રોને ભારતીય સેના દ્વારા અસફળ કરવામાં આવ્યા છે. ગત રવિવારે પાકિસ્તાની સેના દ્વારા દ્યૂસણખોરી કરાવવાના કૃત્ય હેઠળ સેનાએ પુંછ સામે પીઓકે વિસ્તારમાં જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાના બંકર ઉડાવ્યા હતા જેમાં બે પાકિસ્તાની સેન્ય અધિકારી દ્યાયલ થયા હોવાના અહેવાલ હતા.

(4:22 pm IST)