Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઉધ્ધવ ઠાકરેની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ભાણેજ હાજર રહેતા વિવાદ સાથે સાથી પક્ષોમાં નારાજગી

હું મુખ્યમંત્રીના કહેવાથી સત્તાવાર રીતે હાજર રહેલઃ વરૂણનો દાવો

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ઉદ્ઘવ ઠાકરેને અઠવાડિયું પૂરું થયું નથી ત્યાં  સવાલ ઊભા થાય એવી વિવાદાસ્પદ દ્યટના બની રહી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેની કેટલાક આઇએએસ અમલદારો સાથે મુંબઈ અને આસપાસના કોંકણ જેવા કાંઠાળ ક્ષેત્રોમાં પર્યટનના વિકાસ માટેની બેઠકમાં તેમનાં પત્ની રશ્મિ ઠાકરેના ભાણેજ વરુણ સરદેસાઈની હાજરીનો વિવાદ જાગ્યો છે. 

આ ઘટનાથી સરકારી અમલદારો ઉપરાંત મહા વિકાસ આદ્યાડીના સાથીપક્ષો એનસીપી અને કોંગ્રેસ પણ નારાજ છે. વરુણ સરદેસાઈએ પોતે એ મીટિંગમાં મુખ્ય પ્રધાનના કહેવાથી સત્ત્।ાવાર રીતે હાજર રહ્યા હોવાનો દાવો કર્યો છે. મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે 'લોકપ્રિયતા કે સરકારી તંત્રનો હિસ્સો ન હોય એવી વ્યકિત સત્ત્।ાવાર બેઠકમાં કેવી રીતે સામેલ થઈ શકે? ઠાકરે પરિવારનો સભ્ય કંઈ પર્યટનનો નિષ્ણાત નથી. તેણે બેઠકમાં હાજરી આપવાનું કોઈ કારણ નથી.'

એ ઘટનાનો બચાવ કરતાં શિવસેનાના મીડિયા એડ્વાઇઝર હર્ષલ પ્રધાને જણાવ્યું હતું કે વરુણ કુતૂહલને કારણે મીટિંગમાં પહોંચ્યો હોય એવું બન્યું હશે.

મંત્રાલયની ઉકત બેઠક પૂર્વે યુવા સેનાની બેઠક યોજાઈ હતી. યુવા સેનાના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે  ' અમે યુવા સેનાના કાર્યકરોને શિવસેના સત્ત્।ા પર હોવાને કારણે કામકાજ કરાવવા માટે મંત્રાલયના આંટાફેરા નહીં કરવાની સૂચના આપી છે.

(3:53 pm IST)